Sunday, July 20, 2025
Homeએન્ટરટેમેન્ટENTERTAINMENT : 3 વર્ષ સુધી કામ વગર બેસી રહી એક્ટ્રેસ, કહ્યું -...

ENTERTAINMENT : 3 વર્ષ સુધી કામ વગર બેસી રહી એક્ટ્રેસ, કહ્યું – કોઈ પસ્તાવો નથી, સમય સૌથી બળવાન

- Advertisement -

મુંબઈમાં 16 જુલાઈ, 1982ના રોજ જન્મેલી આમના શરીફ 2000ના દાયકામાં ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય ચહેરાઓમાંની એક હતી. આમના શરીફે 2003માં “કહીં તો હોગા” સીરિયલમાં કશિશની ભૂમિકાથી ખૂબ નામના મેળવી હતી. આ સીરિયલમાં તેની સુંદરતાએ દર્શકોનું દિલ જીતી લીધું, અને તે ઘરે-ઘરે જાણીતી બની હતી. પરંતુ 2013માં લગ્ન બાદ તેણે ટીવીથી બ્રેક લીધો. 2019માં તેણે “કસૌટી જિંદગી કી”માં કોમોલિકાની ભૂમિકા ભજવીને કમબેક કર્યું, જેને દર્શકોએ પસંદ કરી. ત્યાર બાદ અભિનેત્રી વર્ષ 2022માં વેબ સીરિઝ ડેમેજ સિઝન 3 અને આધા ઈશ્કમાં જોવા મળી હતી.

ત્રણ વર્ષના લાંબા સમય પછી આમના શરીફે ટેલિવિઝનથી બોલિવૂડમાં કમબેક કર્યું છે. આમનાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેણે તેની મરજી મુજબ કામ પર બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું કે ‘ મેં મારા જીવનમાં બધી રીતે ઉતાર-ચઢાવ જોયા છે, મારી પાસે કોઈ કામ નહોતું. કેટલાક સમયથી નહીં કેટલાક વર્ષોથી હું કામ વગર બેસી રહી છું. મને ખબર છે કે મારો નિર્ણય ખોટો હતો, પણ હું એટલું જ કહીશ કે મને કોઈ પસ્તાવો નથી કે મે આટલો લાંબો બ્રેક લીધો. મને લાગે છે એકટરના જીવનનો આ એક ભાગ હોય છે, દરેક એક્ટરના જીવનના સફરમાં આ બાબતો પણ તેના હિસ્સે આવે છે. પરંતુ મેં એક એક્ટ્રેસ તરીકે ઘણો વિકાસ કર્યો છે. આ જીવનના તબક્કાએ મને ઘણી બધી વસ્તુઓની કિંમત કરવાનું શીખવ્યું છે. હું એટલુ કહીશ કે એક વ્યક્તિ તરીકે પણ તે સમયે ઘણો વિકાસ કર્યો છે. જેની માટે મે ક્યારે પણ વિચાર્યું પણ નહોતું’

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular