ગાંધીનગર : અડાલજની માણેકબા કૃષિ વિદ્યાલયના શિક્ષકે વિદ્યાર્થીનીઓની છેડતી કરી બિભત્સ કોમેન્ટો પાસ કરતા ફરિયાદ

0
19

ગાંધીનગર: અડાલજ પાસે આવેલા માણેકબા કૃષિ વિદ્યાલયના શિક્ષકે વિદ્યાર્થીનીઓની સાથે છેડતી અને બિભત્સ કોમેન્ટો કરી હોવાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. શિક્ષક રામાભાઈ પટેલ રિશેષમાં અને મેદાનમાં જ્યારે વિદ્યાર્થીનીઓ હાજર હોય ત્યારે તેઓને અડપલાં અને બિભત્સ કોમેન્ટ કરતા હતા. અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એ. ચૌધરીએ જણાવ્યું હતું કે ગઈકાલે આ મામલે ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર વિદ્યાર્થીનીઓના નિવેદન લઇ અને આ મામલે તપાસ કરવામાં આવશે.

અડાલજમાં રહેતી 15 વર્ષની સગીરા માણેકબા કૃષિ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. સગીરાએ તેની માતાને જણાવ્યું હતું કે ધો. 11 અને 12ના શિક્ષક રામાભાઈ પટેલ રિશેષમાં નાસ્તો કરું છું ત્યારે આવીને ખોટી દાનતથી ટચ કરે છે. ગ્રાઉન્ડમાં રમતા હોય ત્યારે પણ આવીને બિભત્સ કોમેન્ટ પાસ કરે છે. મારી સાથે અભ્યાસ કરતી અન્ય પાંચથી છ વિદ્યાર્થીનીઓ અડપલાં કર્યા હોવાનું જણાવ્યું હતું. થોડા દિવસ પહેલા ખરાબ દાનતથી જ જોતા ફરી વિદ્યાર્થીનીએ તેની માતાને જાણ કરી હતી. શનિવારે પણ રિશેષ દરમ્યાન ખરાબ નજરે જોઈ અને કોમેન્ટ કરી હતી. આ મામલે વિદ્યાલયના આચાર્ય, સંસ્થાના પ્રિન્સિપાલ અને નિયામકને લેખિતમાં જાણ કરી હતી. તેઓએ આ મામલે ફરિયાદ કરવા કહેતા શિક્ષક રામાભાઈ પટેલ સામે અડાલજ પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here