દેશના સૌથી મોટા સોલાર એનર્જી પ્રોજેક્ટ અદાણી ગ્રીન પાસે ગેરન્ટેડ ગ્રાહક જ નથી.

0
8

અદાણી ગ્રીન એનર્જીના શેર જે સૌરઊર્જા પ્રોજેક્ટને કારણે વધી રહ્યા છે તે પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થનારી વીજળીના કોઈ ગેરેન્ટેડ ખરીદદાર અદાણી પાસે નથી. આથી આ પ્રોજેક્ટ સંકટમાં પડી શકે છે.

અદાણી ગ્રીન એનર્જીના શેર 8 ગીગા વોટ મલ્ટિપ્લાન્ટ સોદા અંગે હસ્તાક્ષર પછી 3 ઘણા વધ્યા

રોયટર્સ એજન્સીના જણાવ્યા મુજબ 6 અબજ ડોલરના ખર્ચવાળા આ પ્રોજેક્ટને કારણે કંપનીનું નાણાંકીય જોખમ વધી ગયું છે. અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એનર્જીના શેર આ 8 ગીગા વોટ મલ્ટિપ્લાન્ટ સોદા અંગે હસ્તાક્ષર થયા પછી 3 ઘણા વધી ગયા છે.

અદાણીએ આને સૌથી મોટો સોદો ગણાવ્યો હતો અને ભારત માટે એક ઉદાહરણ સમાન પ્રોજેક્ટ ગણાવ્યો હતો. જોકે અદાણી ગ્રીન અને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ વચ્ચે થયેલી સમજૂતીમાં પણ ગ્રાહકનો ઉલ્લેખ નથી.

વિશ્લેષકો કહે છે કે પહેલીવાર કંપની દ્વારા કોઈ યોજના રાજ્ય સરકાર દ્વારા વીજળી ખરીદીની સમજૂતી વિના થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here