ઈમેજ મેકઓવર : અદાણી વિલ્મર પોતાની ફોર્ચ્યુન બ્રાન્ડની ઈમેજ બદલી ઓઈલ એન્ડ ફૂડ બ્રાંડ તરીકે સ્થાપિત કરશે

0
52

બિઝનેસ ડેસ્ક :  અદાણી જૂથની કંપની અદાણી વિલ્મર પોતાની બ્રાંડ ફોર્ચ્યુંનને હવે ખાદ્યતેલની બ્રાંડના બદલે હવે ઓઈલ એન્ડ ફૂડ બ્રાંડ તરીકે સ્થાપિત કરવા માંગે છે અને એટલે જ કંપનીએ પોતાના ફૂડ પોર્ટફોલીયોમાં વધારો કર્યો છે. કંપનીએ આજે રેડી ટુ કૂક સેગમેન્ટમાં પ્રવેશ કરી ફોર્ચ્યુન બ્રાંડ હેઠળ ગુજરાતી, બંગાળી અને પંજાબી ફ્લેવરમાં ખીચડી લોન્ચ કરી હતી. કંપનીના માર્કેટિંગ હેડ, અજય મોટવાણીએ જણાવ્યું હતું કે, અત્યારે અમે કૂકિંગ ઓઈલની બ્રાંડ તરીકે જાણીતા છીએ, બહુજ ઓછા લોકોને ખબર છે કે, ફોર્ચ્યુન બ્રાંડ હેઠળ ચોખા અને દાળની વેરાયટીઓ પણ મળે છે. હવે અમે ફોર્ચ્યુનને ઓઈલ એન્ડ ફૂડ બ્રાંડ તરીકે સ્થાપિત કરવા માંગીએ છીએ અને એટલે જ અમે ફૂડ કેટેગરીમાં અમારો પ્રોડક્ટ પોર્ટફોલિયો વધારી રહ્યા છીએ.

ફૂડ પોર્ટફોલીયો 5-10% વધારવાનું લક્ષ્યાંક
અજય મોટવાણીએ જણાવ્યું હતું કે, હાલમાં ફોર્ચ્યુન બ્રાંડ હેઠળ ખાદ્યતેલનો પોર્ટફોલિયો સૌથી મોટો છે જયારે ફૂડ સેગમેન્ટ ઘણું જ નાનું છે. આવતા બે-ત્રણ વર્ષમાં અમે ફૂડ કેટેગરીમાં આગળ વધ ફૂડ પોર્ટફોલીયોમાં 5-10%નો વધારો કરવા માંગીએ છીએ. આ માટે ચોખા, દાળ, કઠોળ અને રેડી ટુ કૂકમાં અમે નવી વેરાયટી લોન્ચ કરીશું. અમારું ધ્યેય છે કે આ સેગમેન્ટમાં અમે દર વર્ષે 12 પ્રોડક્ટ લોન્ચ કરીએ.

માર્કેટ અનુભવના આધારે રેડી ટુ કૂકમાં અન્ય પ્રોડક્ટ વધારાશે
મોટવાણીએ જણાવ્યું કે, અમે રેડી ટુ કૂક સેગમેન્ટમાં નવા છીએ અને અત્યારે આ સેગમેન્ટના બજારને સમજી રહ્યા છીએ. અમારા અનુભવોના આધારે અમે આગામી 6 મહિનામાં નવી પ્રોડક્ટ લોન્ચ કરીશું. પ્રારંભિક તબક્કે અમે ગુજરાતી, બંગાળી અને પંજાબી ફ્લેવરમાં ખીચડી લોન્ચ કરી છે અને હવે ટૂંક સમયમાં સાઉથ ઇન્ડિયન ફ્લેવરમાં ખીચડી લોન્ચ કરીશું.

આગામી દોઢ વર્ષમાં રૂ. 50 કરોડનો બિઝનેસ કરવાનું લક્ષ્ય
મોટવાણીએ કહ્યું કે, રેડી ટુ કૂક સેગમેન્ટમાં માર્ચ 2021 સુધીમાં અમે રૂ. 25-50 કરોડનો બિઝનેસ મેળવવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છીએ. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં અમે ધારીએ છીએ કે રૂ. 6-7 કરોડનો બિઝનેસ મળશે. અત્યાર સુધીમાં ઉત્પાદન એકમ પાછળ કંપનીએ રૂ. 50 લાખનું રોકાણ કર્યું છે અને આવતા સમયમાં માગના આધારે ઉત્પાદન વધારવા રૂ. 10 કરોડ સુધીનું રોકાણ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here