કોરોનાકાળમાં નફો કરતી થઈ ગઈ અદાણીની આ કંપની, ગયા વર્ષ સુધી ચાલતી હતી ખોટમાં

0
4

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ની આગેવાની હેઠળની અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ.21.75 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. અગાઉના નાણાંકીય વર્ષ 2019-20ના એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં કંપનીને રૂ.97.44 કરોડનું નુકસાન થયું હતુ. શુક્રવારે શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે સમીક્ષાવધિ દરમિયાન તેની કુલ આવક રૂ.878.14 કરોડ થઈ છે. પાછલા નાણાકીય વર્ષના સમાન ગાળામાં તે રૂ.675.23 કરોડ હતું.

આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ નિકાસ (વીજળીની) 138.2 કરોડ યુનિટ રહી છે. જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતા 24 ટકા વધારે છે. કંપની નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં કાર્યરત છે. કોવિડ-19 કટોકટીની અસર અંગે કંપનીએ કહ્યું કે તેના ધંધા અને આર્થિક સ્થિતિ પર તેની બહુ અસર થઈ નથી. આ અંગે કંપનીના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ટેકનોલોજીની વધતી જતી સ્થાનિક અને વૈશ્વિક માંગને કારણે દેશમાં સ્વચ્છ ઉર્જાની દિશા બદલાઈ ગઈ છે અને તેને વેગ આપ્યો છે. અમે આ પરિવર્તનનાં નેતૃત્વ માટે તૈયાર છીએ.

અદાણી પોર્ટસ એન્ડ સેઝએ ડિબેન્ચરથી 900 કરોડ કર્યા એકત્ર

દરમિયાન, અદાણી પોર્ટસ અને સેઝ (એપીસેઝ) એ વ્યક્તિગત આયોજનને આધારે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સની (એનસીડી) ફાળવણી કરીને 900 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. શુક્રવારે કંપનીએ શેર બજારોને માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ, શુક્રવારે કંપનીએ રૂ .900 કરોડ એકત્રિત કર્યા, જેમાં 9,00 સૂચિબદ્ધ, સલામત અને રીડીમ કરી શકાય તેવા એનસીડી 10,00,000 રૂપિયાના ફેસ વેલ્યૂ આપવામાં આવ્યા છે. આ વ્યક્તિગત આયોજનના આધારે ફાળવવામાં આવ્યા હતા. કંપનીએ કહ્યું કે આ એનસીડી હોલસેલ બોન્ડ માર્કેટ કેટેગરીમાં બીએસઈ પર સૂચિબદ્ધ થશે.