સીરમ ઈન્સ્ટીટ્યુટના અદાર પૂનાવાલાએ કહ્યું- આમ આદમી માટે સરકારને શરૂઆતના 10 કરોડ ડોઝ 200 રૂપિયાના સ્પેશિયલ રેટ પર આપીશું

0
4

પુનાના સીરમ ઈન્સ્ટીટ્યુટથી કોવિશીલ્ડના 56.5 લાખ ડોઝ દેશના 13 શહેરો માટે રવાના થઈ ગયા છે. સીરમના CEO અદાર પૂનાવાલાએ તેને ઔતિહાસિક ક્ષણ ગણાવી છે. તેમણે કહ્યું કે અમારો પડકાર દેશના દરેક નાગરિક સુધી વેક્સિન પહોંચાડવાનો છે. 2021માં આ જ એક ચેલેન્જ છે અને જોઈએ છે તે કઈ રીતે પુરી થાય છે.

પુનાવાલા કહે છે કે અમે સરકારની રિકવેસ્ટ પર શરૂઆતના 10 કરોડ ડોઝ 200 રૂપિયાની સ્પેશિયલ પ્રાઈસ પર ઉપલબ્ધ કરાવીશું. અમે આદમી, જરૂરિયાતમંદો, ગરીબો અને હેલ્થકેર વર્ક્સને સપોર્ટ કરવા માંગીએ છીએ. તે પછી અમે આ વેક્સિન બજારમાં એક હજાર રૂપિયાના ભાવે વેચીશું.

દર મહિને 7થી 8 કરોડ ડોઝ તૈયાર કરીશું- પુનાવાલા

તેમણે કહ્યું- ઘણા બધા દેશ ભારત અને PMOને રિક્વેસ્ટ કરી રહ્યાં છે કે સીરમ ઈન્સ્ટીટ્યુટની વેક્સિન તેમના દેશોમાં પણ સપ્લાઈ કરવામાં આવે. અમે દરેકને ખુશ કરવા માંગીએ છીએ. આપણે આપણા લોકો અને દેશનું પણ ધ્યાન રાખવું જોઈએ. અમે સાઉથ આફ્રીકા અને સાઉથ અમેરિકામાં વેક્સિન સપ્લાઈ કરવાની કોશિશ કરી રહ્યાં છે. અમે દરેક જગ્યાએ કઈકને કઈક કરી રહ્યાં છે. દર મહિને 7થી 8 કરોડ ડોઝ તૈયાર કરીશું. ભારત અને વિદેશોમાં આમાંથી કેટલા ડોઝ આપવામાં આવશે, તે યોજના પર કામ ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે યોજના બનાવી છે. અમે પણ ટ્રક, વાન અને કોલ્ડ સ્ટોરેજ માટે પ્રાઈવેટ પ્લેયર્સ સાથે પાર્ટનરશીપ કરી છે.

કેટલી પ્રભાવી છે કોવિશીલ્ડ ?

કોવિશીલ્ડના બે ડોઝ 28 દિવસના અંતરમાં આપવામાં આવશે. બીજો ડોઝ આપ્યાના બે સપ્તાહ પછી શરીરમાં કોરોનાથી બચાવનારી એન્ટીબોડી બની જશે. કોવિશીલ્ડના ટ્રાયલ દરમિયાન જે પરિણામો આવ્યા છે, તે મુજબ તેનો હાફ ડોઝ આપવામાં આવ્યો તો ઈફિકેસી 90 ટકા રહી. એક મહિના પછી ફુલ ડોઝમાં ઈફિકેસી 62 ટકા રહી. બંને પ્રકારના ડોઝમાં સરેરાશ ઈફિકેસી 70 ટકા રહી. બ્રિટિશ રેગ્યુલેટર્સે તેને 80 ટકા સુધી ઈફેક્ટિવ માને છે.

કોવિશીલ્ડ સિવાય બીજી કઈ વેક્સિન છે ?

સરકારે સીરમની કોવિશીલ્ડના 1.10 કરોડ ડોઝ અને ભારત બાયોટેકની કોવેક્સિનના 38.50 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. PM મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં જણાવ્યું કે બીજી ચાર વેક્સિન પ્રોસેસમાં છે. અમેરિકાની કંપની ફાઈઝર પણ વેક્સિનના ઈમરજન્સી એપ્રુવલ માટે એપ્લાઈ કરી ચૂકી છે. અમદાવાદની કંપની ઝાયડસ કેડિલ ZyCoV-Dના નામથી વેક્સિન બનાવી રહી છે. તેને આવતા ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. આ સિવાય રશિયાના ગામાલેયા ઈન્સ્ટીટ્યુટમાં બનાવવામાં આવેલી સ્પુતનિક Vનું દેશની ડો.રેડ્ડીઝ લેબોરેટરી ફેઝ-2/3 ટ્રાયલ્સ કરી રહી છે.