કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ADC બેંકના કર્મચારીઓએ મુલાકાત કરી, રાહુલ ગાંધી સામે માનહાનિ કેસ મુદ્દે ચર્ચા કરાઈ

0
0

રાહુલ ગાંધી પર કરાયેલા બદલનક્ષી કેસના અનુસંધાનમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક (ADC)ના અધિકારીઓ ગુજરાતમાં આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. અધિકારીઓ સાથે બેંકના વકીલ પણ અમિત શાહના નિવાસસ્થાને હાજર રહ્યા હતા. કેસના અનુસંધાનમાં અમિત શાહે ADC બેંક અધિકારીઓ, વકીલ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

શનિવારે રાહુલ ગાંધી સામે કોર્ટમાં સુનાવણી

બદલનક્ષી કેસમાં આવતા શનિવારે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા સામે કેસની સુનાવણી હાથ ધરાશે. ત્યારે રાહુલ ગાંધી સામે કેસને લઈને અમિત શાહ સાથે ADC બેંકના અધિકારીઓ અને વકીલે ચર્ચા કરી હતી. ગુજરાતમાં 8 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે ત્યારે રાહુલ ગાંધી સામે ગાળીયો કસવા માટે રણનીતિ ઘડાઈ હોઈ શકે છે.

શું છે મામલો?

વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણી ટાણે રાહુલ ગાંધીએ 2016માં લદાયેલી નોટબંધીના પાંચ દિવસમાં 745 કરોડની ચલણી નોટો ADCમાં બદલી હોવાનું નિવેદન આપ્યું હતું. તેના સામે વર્ષ 2019માં ADC બેંક દ્વારા રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલા સામે મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો હતો. અગાઉ પણ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહીને તેમના પર લાગેલા આરોપના અસ્વીકાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here