Thursday, October 21, 2021
Homeકોથમીરના પાનને પીસીને તેમા ઉમેરો આ 1 વસ્તુ, નાક પરના બ્લેકહેડ્સ થશે...
Array

કોથમીરના પાનને પીસીને તેમા ઉમેરો આ 1 વસ્તુ, નાક પરના બ્લેકહેડ્સ થશે દૂર

બ્લેકહેડ્સ એ એક એવી સમસ્યા છે જેનાથી ઘણી યુવતીઓ પરેશાન રહે છે. આમ તો બ્લેકહેડ્સથી છૂટકારો મેળવવા માટે ઘણા ઉપાય છે. પરંતુ ઘરમાં કામ આવનારી કેટલીક વસ્તુઓ છે જે બ્લેકહેડ્સની સમસ્યાથી રાહત આપવામાં સહેલાઇથી મદદ કરી શકે છે. તો આવો જોઇએ કે બ્લેકહેડ્સની સમસ્યાથી રાહત મેળવવા માટે ઘરમાં પડેલી કઇ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે.

– તજના પાવડરમાં થોડૂંક લીંબુનો રસ મિક્સ કરી લો. આ મિશ્રણને બ્લેકહેડ્સ વાળી જગ્યા પર લગાવો. તેનાથી બ્લેકહેડ્સની સમસ્યાથી છૂટકારો મેળવવામાં મદદ મળી શકે છે.

– હળદર પાવડરમાં કોથમીરના પાનને પીસીને તેની પેસ્ટ બનાવી લો. હવે તેને બ્લેકહેડ્સ વાળી જગ્યા પર લગાવી શકો છો. આમ કરવાથી બ્લેકહેડ્સની સમસ્યા ઓછી થાય છે.

– તાજી દ્રાક્ષ તમે સહેલાઇથી બજારમાંથી ખરીદી શકો છો. તેને પીસીને તેની પેસ્ટ બનાવી લો અને ચહેરા પર લગાવી લો. ત્યાર પછી 15-20 મિનિટ રાખી લીધા બાદ તમારા ચહેરાને નવશેકા પાણીથી ધોઇ લો.

– કાકડીને પીસીને ચહેરા પર લગાવવાથી પણ બ્લેકહેડ્સની સમસ્યાથી રાહત મળી શકે છે. તેને આંખોની નીચે પડી ગયેલા કાળા કૂંડાળા માટે પણ બેસ્ટ માનવામાં આવે છે.

– ગ્રીન એપ્પલને સ્વાસ્થ્ય સહિત ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. જેને પીસીને તમે તેની પેસ્ટ બનાવી લો અને બ્લેકહેડ્સ હોય તે જગ્યા પર લગાવી શકો છો. થોડીક વાર બાદ તમે ચહેરાને ધોઇ લો.

– કાચા બટેટાને છોલીને તેને પીસી લો અને તેને બ્લેકહેડ્સ વાળા ભાગ પર લગાવીને ચહેરા પર રગડી લો. ત્યાર પછી ચહેરાને ધોઇ લો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments