દળેલા મસાલા ખરાબ ના થાય તે માટે તેમાં થોડું મીઠું ઉમેરો : બે તેલ મિક્સ કરી શાક બનાવવાથી અલગ ટેસ્ટ આવશે

0
5

કિચનમાં ઘણી નાની-નાની વાતનું ધ્યાન રાખીને પણ તમે તમારો સમય બચાવી શકી છે. કેટલીક ખાસ ટિપ્સ છે જે ટ્રાય કરવાથી ભોજનનો સ્વાદ વધશે. આ ટિપ્સ મસાલાને લાંબા સમય સુધી ખરાબ થતા પણ બચાવશે. એકવાર ટ્રાય કરીને જુઓ…

  • જૂની કે વાસી બ્રેડ એર ટાઈટ ડબ્બામાં રાખો. એ પછી તેનો ઉપયોગ કટલેસ કે કબાબ બનાવવામાં કરો. તેનાથી તે તૂટશે નહિ અને ટેસ્ટી પણ લાગશે.
  • રિચ ગ્રેવી બનાવવા માટે ડુંગળી, ટમેટું, આદુ, લસણ અને કાજુ થોડા સમય માટે બાફી લો. ટમેટાની છાલ ઉતારી બધી વસ્તુઓ એકસાથે ક્રશ કરી ગાળી લો. સર્વ કરતાં પહેલાં ક્રીમ ઉમેરો.
  • ટમેટાનું સલાડ બનાવવા માટે તેને ધોઈને 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકો. એ પછી તમને ગમતા શેપમાં કટ કરો. ટમેટાનો શેપ ખરાબ નહિ થાય.
  • જો તમે કોઈ પણ શાકનો ટેસ્ટ બદલવા માગો છો તો બે પ્રકારના તેલ સરસવ અને સોયાબીનને એક સાથે મિક્સ કરીને ઉપયોગ કરો. શાકનો ટેસ્ટ અલગ લાગશે
  • ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ લોટ બાંધવામાં કરો. તેનાથી લોટ મુલાયમ થશે અને રોટલી નરમ બનશે. આ રોટલી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
  • જો તમે લાંબા સમય સુધી ગાજર ફ્રેશ રાખવા માગો છો તો એલ્યુમિનિયમ ફોઈલથી કવર કરીને ફ્રિજમાં રાખો
  • દળેલા મસાલા ખરાબ ના થાય તે માટે તેમાં થોડું મીઠું ઉમેરો, આમ કરવાથી મસાલા બગડશે નહિ.