ટામેટામાં ઉમેરો આ 1 વસ્તુ, ધોળી દૂધ જેવી ચમકવા લાગશે તમારી ત્વચા

0
10

શિયાળામાં ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ થાય છે. જેને લઇને તમે અવનવા ઉપાય કરતા રહો છો. તો આજે અમે તમારા માટે કેટલાક સહેલા ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે ચહેરામાં ચમક લાવી શકો છો. ખાસ કરીને તમને કોઇ નુકસાન થશે નહીં અને તમને ત્વચાથી લગતી ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. તો આવો જોઇએ કેટલાક બ્યુટી સીક્રેટ…

શિયાળામાં સુંદરતાની દરેક સમસ્યાનો એક જ ઉપાય છે ટામેટા. જો શિયાળાના કારણે તમારી ત્વચા નિસ્તેજ થઇ ગઇ છે તો તમે ટામેટાની મદદથી આ સમસ્યાને દૂર કરી શકો છો. ખાસ કરીને ટામેટા એ ત્વચા માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તો આવો જોઇએ ટામેટાથી થતા ફાયદા અંગે…

ઉપાય

– સૌ પ્રથમ ટામેટાનો પલ્પ લો અને તેમા મધ મિક્સ કરી લો. – હવે આ મિશ્રણને ચહેરા પર હળવા હાથે મસાજ કરી લો.
– ચહેરા પર ફેશિયલ કરતા હોઇએ તે રીતે તેને મસાજ કરો. જેથી ડેડ સ્કિનને દૂર કરી શકાયય
– ખાસ ધ્યાન આપો કે તમે ચહેરા પર મેકઅપ લગાવ્યો હોય તો તેને સાફ કરી લો.
– હળવા હાથે મસાજ કર્યા બાદ તેને 10 મિનિટ રાખી મૂકો.
– સૂકાઇ જાય એટલે સાદા પાણીથી ચહેરાને ધોઇ લો.

આ ઉપાય કરવાથી તમારા ચહેરા પરની કાળાશ દૂર થવાની સાથે ડાઘ પણ દૂર થશે. સાથે જ ટેનિંગની સમસ્યાથી પણ છૂટકારો મળશે અને તમારી સ્કિન ગ્લો કરવા લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here