દેશને સંબોધન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત દેશના લોકોને સાંજે 5 વાગ્યે સંબોધશે

0
4

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાકાળમાં આજે એક વખત ફરી દેશના લોકોને સાંજે 5 વાગ્યે સંબોધશે. તેને લઈને વડાપ્રધાને આજે પોતે ટ્વિટ કર્યું અને લોકોને તેમાં જોડાવવાની અપીલ કરી. આ પહેલા મોદી કોરોના કાળમા દેશના લોકોને 8 વખત સંબોધિત કરી ચૂક્યા છે.

આ 5 મુદ્દાઓ પર બોલી શકે છે મોદી
1. સૂત્રોના જણાવ્યા મુજબ નરેન્દ્ર મોદી વેક્સિનેશનને લઈને વાત કરી શકે છે. વેક્સિનેશનને લઈ લોકોમાં જાગ્રૃતતાની સાથે-સાથે તેનો સ્ટોક અને ઉપલબ્ધતાની સ્થિતિ સ્પષ્ટ કરી શકે છે.
2. દેશમાં કોરોનાની બીજી લહેરના પહલે કઈ પણ જાહેરાત થઈ શકે છે.
3. કોરોના દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને થયેલા નુકસાન માટે કઈ પણ જાહેરાત થઈ શકે છે.
4. દેશમાં ઘણા રાજ્યોમાં અનલોક ચાલુ છે, આ દરમિયાન સાવધાનિઓને લઈને પણ સંદેશ આપી શકે છે.
5. ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને હેલ્થ સેક્ટરના પડકારો પર વાત કરવામાં આવી શકે છે.

કોરોના દરમિયાન અત્યાર સુધીમાં 8 વખત કર્યું છે દેશને સંબોધન

  • પ્રથમ વખતઃ 19 માર્ચે 2020-29 મિનિટનું ભાષણ, જનતા કર્ફ્યૂની અપીલ​​​​​​​
  • બીજી વખતઃ 24 માર્ચે 2020-29 મિનિટનું ભાષણ, 21 દિવસના લોકડાઉનની જાહેરાત
  • ત્રીજી વખતઃ 3 એપ્રિલ 2020- 12 મિનિટનો વીડિયો સંદેશ, 9 મિનિટ લાઈટ બંધ કરવાની અપીલ​​​​​​​
  • ચોથી વખતઃ 14 એપ્રિલ 2020-25 મિનિટનું ભાષણ, દેશમાં 3 મે સુધી લોકડાઉન વધ્યું
  • પાંચમી વખતઃ 12 મે 2020- 33 મિનિટનું ભાષણ, આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ​​​​​​​
  • છઠ્ઠી વખતઃ 30 જૂન 2020- 17 મિનિટનું ભાષણ, અન્ન યોજના નવેમ્બર સુધી વધારવાની જાહેરાત
  • સાતમી વખતઃ 20 ઓક્ટોબર 2020- બિહારમાં વોટિંગથી 8 દિવસ પહેલા તેમણે અપીલ કરી- જ્યાં સુધી કોરોનાની દવા નહિ, ત્યાં સુધી ઢીલાશ નહિ.
  • ​​​​​​​આઠમી વખતઃ 20 એપ્રિલ 2021- 19 મિનિટનું ભાષણ, રાજ્યોને કહ્યું કે દેશને લોકડાઉનથી બચાવવાનો છે. સરકાર તેનો અંતિમ વિકલ્પ તરીકે ઉપયોગ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here