Saturday, September 18, 2021
Homeઆદિપુર : બેડમિન્ટન રમી રહેલી યુવતીને બાઈક ચાલકે લાત મારી
Array

આદિપુર : બેડમિન્ટન રમી રહેલી યુવતીને બાઈક ચાલકે લાત મારી

શેક્ષણિક સંકુલો ધરાવતું પૂર્વ કચ્છનું આદિપુર અનેક રીતે વિકાસશીલ શહેર છે. પરંતુ સ્થાનિક લુખ્ખાગીરી કરતા ઇસમોના કારણે બદનામ થતું રહે છે. અને રોફ જમાવતા શખ્સોના મોટા ઝઘડા હવે રોજિંદા બની રહ્યા છે. ગઈ કાલે પણ વગર કારણે એક શખ્સે ઘર બહાર બેડમિન્ટન રમી રહેલી યુવતીને ચાલુ બાઈકે લાત મારતો ગયો હોવાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ હતી. પોલીસ હવે સખ્ત બને એવી લોકમાંગ ઉઠી છે.

આદિપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરના આંબેડકર સોસાયટીમાં રહેતા મગનભાઈ શંભુભાઈ ચાવડાની બે દીકરીઓ નયના અને મનીષા ગઈકાલ સાંજે ઘરની બહાર શેરીમાં બેડમિન્ટન રમી રહી હતી ત્યારે પસાર થતા આશિષ મહેશ્વરી નામના શખ્સે ચાલુ બાઈકે નયનાને પાછળથી લાત મારતો ગયો હતો. જેની જાણ પિતા મગનભાઈને કરાતા તેઓ આરોપી આશિષની પાછળ ગયા હતા અને આગળ જતાં ખેતરપાળ મંદિર પાસે ઉભેલા આશિષને આવું કેમ કર્યું એમ પૂછતા તેણે ફરિયાદીને ગાળો આપી ઝપાઝપી કરી હતી. તે દરમ્યાન આરોપીનો ભાઈ હિતેશ પણ ત્યાં આવી ગયો હતો અને બન્ને ભાઈઓએ ફરિયાદીને ધક બુશટનો માર માર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી લીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments