Wednesday, June 29, 2022
Homeગુજરાતઆદિપુર : નગરસેવિકા દ્વારા ‘સમસ્યાનું સમાધાન’ કાર્યક્રમ યોજ્યો

આદિપુર : નગરસેવિકા દ્વારા ‘સમસ્યાનું સમાધાન’ કાર્યક્રમ યોજ્યો

- Advertisement -

ગાંધીધામ પાલિકાના કાઉન્સિલર ઉષાબેન મીઠવાણી દ્વારા નવતર પહેલ કરી ‘સમસ્યાનું સમાધાન’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નં. 2ના રહેવાસીઓની સમસ્યાઓ સાંભળી તેનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો. હાલ જ્યારે રાજ્ય સરકાર સેવાસેતુ કાર્યક્રમો યોજી રહી છે ત્યારે કાઉન્સિલર ઉષાબેનએ પોતાના વોર્ડના રહેવાસીઓની સમસ્યાઓ જાણી તેના ઉકેલ માટે કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં સેવાસેતુમાં 160 જેટલા અરજદારો એ કરેલી આવક ના દાખલાની માંગણી બાદ મામલતદાર પાસેથી આવકના દાખલા બનાવડાવી ને સૌને તેમના દાખલા હાથોહાથ આપવામાં આવ્યા હતા. સતત 3 ટર્મથી ચૂંટાઈ રહ્યા હોવાથી સૌ અરજદારોને ઓળખતા હોવાથી કામગીરીમાં સરળતા થઈ હોવાનું જણાવાયું હતું.

આ ઉપરાંત કાર્યક્રમમાં સિંધુવર્ષા કોલોનીની ગત 30 વર્ષ પુરાણી પાણીના સમયની સમસ્યાના ઉકેલ માટે ખાતરી આપવામાં આવી હતી. વર્ષો થી અહીં પાણી રાતે 12.30 વાગ્યે આવતું હોવાથી સૌને સમસ્યા થઈ રહી હોવાની 300 જેટલા પરિવારોની પળોજણ અંગે ફરિયાદો બાદ વહેલી તકે પાણીનો સમય સવારનો કરવાની કામગીરી બાબતે મીઠવાણી દ્વારા ખાતરી અપાઈ હતી. કાઉન્સિલરની ટીમમાં સિંધુવર્ષા વિસ્તારના કાર્યકર્તાઓ પ્રકાશ સંગતાણી, મનીષ શર્મા, જયંતી મીઠવાણી, હરેશ આસનાણી, રમેશ ક્રિપલાણી, તુલસી ભાનુશાલી, લલિત જયનાણી સહિત અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular