મુંબઈ : આરે કોલોનીમાં વૃક્ષ કાપવાનો વિરોધ, આદિત્ય ઠાકરેએ કહ્યું- આવું કરવાની જગ્યાએ POKમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરો

0
14

મુંબઈઃ ગોરેગાંવમાં આવેલી આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ માટે અંદાજે 2700 વૃક્ષ કાપવાનું કામ શુક્રવાર મોડી રાતે શરૂ થઈ ગયું છે. પર્યાવરણ કાર્યકર્તાઓ સાથે સામાન્ય લોકો પણ આનો વિરોધ કરી રહ્યા છે. શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે, મેટ્રો રેલવે પ્રોજેક્ટના અધિકારીઓને POKમાં મોકલવા જોઈએ જેથી તે વૃક્ષ કાપવાની જગ્યાએ આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી શકે. આ પહેલા બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે વૃક્ષ કાપવા સંબંધી BMCની ટ્રી ઓથોરિટીનો નિર્ણયને નામંજૂર કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

ચીફ જસ્ટિસ પ્રદીપ નંદરાજોગ અને જસ્ટિસ ભારતી ડાંગરેની બેંચે આરે કોલોની સાથા જોડાયેલા NGOઅને પર્યાવરણ કાર્યકર્તાઓની ચાર અરજી ફગાવી દીધી હતી. બોમ્બે હાઈકોર્ટે આરે કોલોનીને વન જાહેર કરવા માટે પણ ઈન્કાર કરી દીધો હતો. આ અરજી આરે કોલોનીમાં મેટ્રો શેડ માટે અંદાજે 2700 વૃક્ષ કાપવાના વિરોધમાં કરવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શન બાદ કલમ 144 લાગુ
આ સાથે મુંબઈ પોલીસ પીઆરઓએ શનિવારે જણાવ્યું કે, મેટ્રો-રેલવે પ્રોજેક્ટ સાઈટ પર કલમ 144 લાગુ કરી દેવાઈ છે. ગત રાતે આ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરાવવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે.

આ શરમજનક વાત છેઃ આદિત્ય

  • શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ પણ આ પગલા અંગે ટ્વીટર પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, જે ઉતાવળથી મુંબઈ મેટ્રોના અધિકારીઓ આરે કોલોનીના ઈકોસિસ્ટમને કાપવામાં લાગી ગયા છે આ એકદમ શરમજનક છે. આ અધિકારીઓને તો POKમાં તહેનાત કરવા જોઈએ. આ લોકોએ વૃક્ષ કાપવાની જગ્યાએ આતંકીઓના ઠેકાણાને નષ્ટ કરવા જોઈએ.
  • ઠાકરેએ કહ્યું કે, ઘણા પર્યાવરણવિદ અને શિવસૈનિક આ પ્રવૃત્તિને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસની હાજરી પણ વધારાઈ રહી છે. વનક્ષેત્રને કપાઈ રહ્યો છે. મુંબઈ મેટ્રો એ વાતને ખતમ કરી રહી છે જે ભારતે UNમાં કહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here