Friday, March 29, 2024
Homeસેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ માટે એડમિટ કાર્ડ બહાર પડ્યાં
Array

સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ માટે એડમિટ કાર્ડ બહાર પડ્યાં

- Advertisement -

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ સેન્ટ્રલ ટીચર એલિજિબિલીટી ટેસ્ટ (CTET) માટે એડમિટ કાર્ડ બહાર પાડી દીધાં છે. પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો ઓફિશિયલ પોર્ટલ ctet.nic.in પર જઇને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. કોરોના રોગચાળા વચ્ચે આ વખતે 31 જાન્યુઆરીએ દેશના 135 શહેરોમાં પરીક્ષા લેવામાં આવશે.

135 શહેરોમાં પરીક્ષા લેવામાં આવશે

ઉમેદવારોએ પરીક્ષા શરૂ થવાની 90 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટ કરવાનો રહેશે. તદનુસાર, પહેલા પેપર માટે સવારે 9.30 વાગ્યે અને પેપર II માટે બપોરે 2 વાગ્યા પહેલાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ વખતે કોરોનાના ચેપને કારણે પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પરીક્ષા 112 શહેરોમાં લેવાની હતી. પરંતુ હવે તે 135 શહેરોમાં લેવામાં આવશે. CTET વર્ષમાં બે વાર એટલે કે જુલાઈમાં અને બીજી ડિસેમ્બરમાં યોજાય છે.

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ

સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ ctet.nic.in પર જાઓ.

અહીં હોમ પેજ પર એડમિટ કાર્ડ માટેની લિંક પર ક્લિક કરો.

નવું પેજ ખૂલે ત્યારે માગેલી માહિતી દાખલ કરો.

ડિટેલ્સ ભરતાંની સાથે જ સીટીઇટી એડમિટ કાર્ડ 2021 ખુલી જશે.

તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને પ્રિંટઆઉટ કાઢી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular