Tuesday, January 18, 2022
Home7 દિવસથી હોસ્પિટલમાં એડમિટ બિગ બીએ લખ્યું- જીવનની ભાગદોડમાં સમય ક્યાં મળ્યો,...
Array

7 દિવસથી હોસ્પિટલમાં એડમિટ બિગ બીએ લખ્યું- જીવનની ભાગદોડમાં સમય ક્યાં મળ્યો, હવે મળી રહ્યો છે

7 દિવસથી નાણાવટી હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર માટે એડમિટ થયેલા અમિતાભ બચ્ચને હોસ્પિટલના બિછાનેથી જ પોતાનો બ્લોગ અપડેટ કરવાનું શરૂ કરી દીધું છે. હવે એમણે પોતાના બાબુજી હરિવંશ રાય બચ્ચનની પ્રખ્યાત પંક્તિઓ ટાંકીને કાવ્યાત્મક શૈલીમાં લખ્યું કે, ‘કહ્યું અને માન્યું તેમાં શું સાચું શું ખોટું તે સમજવાનો હવે સમય મળી રહ્યો છે.’

અમિતાભે લખ્યું કે, 

જીવન કી આપા ધાપી મેં કબ વક્ત મિલા, કુછ દેર કહીં પર બૈઠ કભી યે સોચ સકૂં
જો કિયા, કહા, માના, ઉસમેં ક્યા બુરા ભલા…
– હરિવંશ રાય બચ્ચન

હવે મળી રહ્યો છે

અને આ સમયમાં મનમાં ઘટનાઓના શબ્દોને ટ્રેસ કર્યા. ઘટનાઓ જે સ્પષ્ટપણે થઈ શકે છે, જેની કલ્પના કોઈપણ કરી શકે છે. વિશિષ્ટ, સટીક અને સ્પષ્ટતા સાથે. અને તમને આશ્ચર્ય છે. આશ્ચર્ય છે કે તેનું પરિણામ શું આવ્યું? તમને આશ્ચર્ય છે કે આને અલગ રીતે કરવાની જરૂર હતી કે નહીં? પરંતુ તમે આશ્ચર્ય કરો, જેટલું પણ કરી શકો છો… નસીબના નિર્ણય, નસીબ પર જ રહે છે.

શુક્રવારે ફેન્સનો આભાર માન્યો હતો

શુક્રવારના દિવસે અમિતાભ બચ્ચને આઇસોલેશન વોર્ડમાંથી એક ટ્વીટ કરીને તેમના ફેન્સનો આભાર માન્યો હતો. બિગ બીએ દીકરા અભિષેક સાથેનો એક ફોટો શેર કરી લખ્યું, ખુશીના સમયમાં, બીમારીમાં તમે અમારા નજીકના, અમારા શુભચિંતક, અમારા પ્રશંસક, જેમણે અમને અનહદ પ્રેમ, લાગણી, કેર અને પ્રાર્થનાઓ આપી છે. અમે આ સ્થિતિમાં, હોસ્પિટલના કડક નિયમો, પ્રતિબંધો વચ્ચે તમારા બધાનો હાથ જોડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.

આ પહેલાં ગુરુવારે રાત્રે પણ અમિતાભે હોસ્પિટલના કડક પ્રોટોકોલ્સ અને પ્રતિબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ટ્વિટર પર લખ્યું હતું, ‘મને તમારા આશીર્વાદ, પ્રેમ અને પ્રાર્થનાઓ મળી રહી છે. SMS, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર, બ્લોગ પર અને દરેક પોસિબલ સોશિયલ મીડિયા પર. મારા આભારની કોઈ લિમિટ નથી. હોસ્પિટલના નિયમો કડક છે. હું વધારે નહીં કહી શકું.’

અમિતાભ અને તેમના દીકરા અભિષેક બચ્ચન 11 જુલાઈથી નાણાવટી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. 16 જુલાઈની મોડી સાંજે ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યાને પણ કોરોનાને કારણે હોમ આઈસોલેશનમાંથી નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular