લતા મંગેશકરને ઓવરરેટેડ કહેનારા સોશિયલ મીડિયા યુઝર પર ભડક્યા અદનાન સામી

0
4

સિંગર અદનાન સામીએ ગુરુવારે લેજન્ડરી સિંગર લતા મંગેશકર, આશા ભોસલે અને નૂરજહાંનો એક થ્રોબેક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને અદનાને કેપ્શનમાં લખ્યું હતું, કેટલો આઇકોનિક અને હિસ્ટોરિક ફોટો છે આ. ત્યારબાદ એક યુઝરે ફોટો પર કમેન્ટ કરીને લતા મંગેશકરને ઓવરરેટેડ સિંગર ગણાવ્યા. આ કમેન્ટ પર અદનાન સામી ભડકી ગયા અને યુઝરને ખૂબ ઠપકાર્યો.

અદનાનને યુઝરનો જવાબ

અદનાને શેર કરેલા ફોટો પર યુઝરે કમેન્ટ કરીને લખ્યું હતું, ‘ભારતીયોને બ્રેનવોશ કરવામાં આવ્યા છે, એવું વિચારવા માટે કે લતા મંગેશકરનો અવાજ ઘણો સારો છે.’ યુઝરની આ કમેન્ટના જવાબમાં અદનાને લખ્યું, ‘બંદર ક્યા જાને અદરક કા સ્વાદ. મૂર્ખ દેખાવા કરતાં સારું છે કે જો તમને કોઈ ડાઉટ છે તો કઈ બોલો નહીં, પણ ચૂપ રહો.’

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પણ સપોર્ટમાં આવ્યા

અદનાન સિવાય ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ લતા મંગેશકરના સપોર્ટમાં આવીને તે ટ્રોલર્સને જવાબ દેતા ઘણી બધી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી. વિવેકે લખ્યું, ‘હું ભગવાનને પ્રાર્થના કરીશ કે લતા મંગેશકરના હેટર્સ આવતા જન્મમાં આપણી જેમ માણસ બને, જે ખરેખર સમજે છે કે દિવ્યતા શું હોય છે.’ વિવેકે બીજી પોસ્ટમાં લખ્યું, ‘હું સરસ્વતી અને પરમાત્મા પર ભરોસો કરું છું તેનું એકમાત્ર કારણ લતા મંગેશકર છે. અને રાક્ષસ પર ભરોસો કરવાનું એકમાત્ર કારણ છે તેમના હેટર્સ.’

ફેન્સે આ રીતે સપોર્ટ કર્યો

અદનાન- વિવેક સિવાય લતા મંગેશકરના ફેન્સે પણ તેના સપોર્ટમાં ટ્રોલર્સને ખૂબ આડે હાથ લીધા. એક યુઝરે વળતો જવાબ આપ્યો કે, ‘દુનિયામાં લતા મંગેશકરથી સારું કોઈ સિંગર નથી.’ બીજા યુઝરે કહ્યું, ‘લતા મંગેશકર ભારત માટે ગોડ ગિફ્ટેડ છે. એક અન્ય યુઝરે લખ્યું, ‘અમુક લોકો રાજકારણના નગ્ન ડાન્સમાં એટલા અંધ થઇ ગયા છે કે તે લોકો ભારતના સ્વરકોકિલાને પણ નીચા દેખાડવામાં શરમ નથી કરતા. કલંક છે આવા મૂર્ખા પર. આટલા ઝેર સાથે આ લોકો કઈ રીતે જીવી લે છે.’ અદનાનના જવાબ પછી જ સોશિયલ મીડિયા પર ‘લતા જી’ ટ્રેન્ડ કરી રહ્યું છે.