Monday, October 18, 2021
Homeકિશોર જ્વલનશિલ પ્રદાર્થ લઇને વડોદરા કલેક્ટર કચેરીમાં પહોંચ્યો, પોલીસને કહ્યું: બુટલેગરોથી રક્ષણ...
Array

કિશોર જ્વલનશિલ પ્રદાર્થ લઇને વડોદરા કલેક્ટર કચેરીમાં પહોંચ્યો, પોલીસને કહ્યું: બુટલેગરોથી રક્ષણ આપો નહીં તો મરી જવા દો, CM પાસે આત્મવિલોપનની મંજૂરી માંગી હતી

વડોદરાના ધનોરાના જગતપુરા ગામના બુટલેગરના ખોફથી ગામ બહાર રહેતો કિશોરે કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરવા માટે આવી પહોંચતા પોલીસે દોડધામ કરી મૂકી હતી. આત્મવિલોપન કરવા માટે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચેલા કિશોરને બચાવવા માતા, બહેન સહિતના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. બુટલેગર સામે પોલીસ કોઇ કાર્યવાહી કરતી ન હોવાથી કિશોરે મુખ્યમંત્રીને પત્ર લખીને આત્મવિલોન કરવાની મંજૂરી પણ માંગી હતી. પોલીસે કિશોર સહિત પરિવારની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

બુટલેગરે કિશોરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
વડોદરાના ધનોરાના જગતપુરા ગામમાં નરેશ ગોવિંદભાઇ ગોહિલ પરિવાર સાથે રહે છે. ત્રણ વર્ષ પૂર્વે તે ગામમાં દારૂનો ધંધો કરતા ઉપેન્દ્ર ગોહિલ અને મહેશ ગોહિલ નામના બુટલેગરના ત્યાં કામ કરતા યુવાનના કહેવાથી બુટલેગરના ઘરે મોબાઇલ ફોન આપવા માટે ગયો હતો. બુટલેગરોના ઘરે કોઇ ન હોવાથી નરેશ બુટલેગરોના ઘરમાં હાજર મહિલાઓને મોબાઇલ ફોન આપ્યો હતો. જેની અદાવત રાખી બુટલેગરોએ નરેશ ગોહિલને માર માર્યો હતો. અને ગામમાં રહીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી.

ગામમાં પરત ફરવા કિશોરે અનેક વખત પોલીસને રજૂઆત કરી હતી
છેલ્લા ત્રણ વર્ષથી પોતાનું ગામ છોડીને મામાના ઘરે રહેતા નરેશ ગોહિલે પોતાના ગામમાં પરત ફરવા માટે અનેક વખત પ્રયાસ કર્યો હતો. નરેશ ગોહિલે આ બાબતે અનેક વખત પોલીસમાં લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરી હતી અને દરેક ફરિયાદમાં બુટલેગરો ઉપેન્દ્ર ગોહિલ અને મહેશ સામે કાર્યવાહી કરીને ગામમાં રહી શકું તે માટે સુરક્ષા આપવા રજૂઆત કરી હતી, પરંતુ, પોલીસ દ્વારા બુટલેગરો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે બુટલેગરો બેફામ બન્યા હતા અને તેને ગામમાં પ્રવેશવા દેતા ન હતા.

મુખ્યમંત્રીને પત્ર લખીને આત્મવિલોપન કરવાની મંજૂરી માંગી હતી
પોતાના ગામમાં નરેશ જઇ શકતો ન હોવાથી તેણે મરી જવાનું નક્કી કર્યું હતું અને મુખ્યમંત્રીને પત્ર લખીને આત્મવિલોપન કરવાની મંજૂરી માંગી હતી. દરમિયાન આજે નરેશ ગોહિલ જ્વલનશિલ પદાર્થ ભરેલા કારબા સાથે મામાના ઘરેથી સીધો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યો હતો. અને આત્મવિલોપન કરવા માટેની તૈયારી કરી હતી. જોકે, નરેશ આત્મવિલોપન કરવા આવે તે પહેલા જ કલેક્ટર કચેરીમાં તૈનાત પોલીસે નરેશ ગોહિલને જ્વલનશિલ પદાર્થ ભરેલા પ્લાસ્ટીકના કારબા સાથે ઝડપી લીધો હતો. અને તેનો આત્મવિલોપન કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

જ્વલનશિલ પ્રદાર્થ લઇને કિશોર કલેક્ટર કચેરીમાં પહોંચ્યો
બુટલેગરોના ડરથી પુત્ર નરેશ આત્મવિલોપન કરવાનો હોવાની જાણ માતા, બહેન સહિત પરિવારને થતાં પરિવારજનો કલેક્ટર કચેરી દોડી આવ્યા હતા. જ્યાં નરેશની માતા, બહેન સહિતના પરિવારજનોએ પોલીસ સામે રોષ ઠાલવ્યો હતો અને બુટલેગરો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. નરેશ ગોહિલે પણ બુટલેગરોથી રક્ષણ આપવા અથવા મરી જવા દો. તેવા લાગણી સાથે પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. કારબામાં જ્વલનશિલ પદાર્થ લઇને આવી પહોંચેલા નરેશ ગોહિલ અને તેના પરિવારજનોના હોબાળાથી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments