આ વિશ્વ ખાદ્ય દિવસ પર આરોગ્યવર્ધક રહેવા માટે બદામ અપનાવો!

0
56

ભૂખથી પીડાતા લોકો અને બધા માટે આરોગ્યવર્ધક આહારની ખાતરી રાખવાની જરૂર વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા અને પગલાં લેવા માટે દર વર્ષ વિશ્વ ખાદ્ય દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ બધા માટે સક્ષમ ભાવિ નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત છે ત્યારે દુનિયાભરના લોકો બધા માટે ખાદ્ય સુરક્ષા અને પોષક આહારની ખાતરી રાખવાની જરૂરતને પ્રકાશમાં લાવવા માટે એકત્ર આવશે.

ખાદ્ય જીવનનો સાર છે અને આપણી સંસ્કૃતિઓ અને સમુદાયોનો આધઆર છે. દુનિયા મહામારીનો સામનો કરી રહે છે તેવા મુશ્કેલ સમય દરમિયાન સુરક્ષિત અને પોષક ખાદ્યને સંવર્ધક પહોંચ મહત્ત્વપૂર્ણ છે. આપણે બધાએ આપણું આરોગ્ય સુધારવા માટે ખાદ્યની પસંદગીઓ કરીને ભૂમિકા ભજવવાની છે. આપણને આરોગ્યવર્ધક રહેવા અને ઉત્તમ પોષણની ખાતરી રાખવા માટે પ્રયાસો કરવાનું જરૂરી છે. તેની ઉત્તમ શરૂઆત માહિતગાર ખાદ્યની પસંદગી કરવાની અને બદામ જેવા આરોગ્યવર્ધક નાસ્તાનું સેવન કરવાની છે. બદામ ઘણાં બધાં પોષકો આપે છે, જેમાં પ્રોટીન, વિટામિન ઈ, મેગ્નેશિયમ, રિબોફ્લેવિન અને ઝિંકનો સમાવેશ થાય છે, જે આરોગ્યવર્ધક આહાર અને આરોગ્યવર્ધક જીવનશૈલીમાં યોગદાન આપે છે.

મેક્સ હેલ્થકેર- દિલ્લાની રિજનલ હેડ- ડાયટેટિક્સ રિતિકા સમદ્દરે જણાવ્યું હતું કે 2020માં હાલમાં વધતી મહામારીને લીધે મોટા ભાગના પરિવારો તેમનો મોટા ભાગના સમય ઘરમાં વિતાવી રહ્યા છે, જેનાથી બેઠાડુ જીવનશૈલી વધી છે. આમાં ડિજિટલ નિર્ભરતા વધી છે, સ્ક્રીન સામે બેસવાનો સમય વધ્યો છે, અનિયમિત ખાવા-પીવાનો સમય, કસરત અને પ્રવૃત્તિનો અભાવ તેમ જ બિન- આરોગ્યવર્ધક નાસ્તાનું સેવન પણ વધ્યું છે. ઘણા લોકો માટે ઘરમાંથી કામ અને અભ્યાસને લીધે નાસ્તા કરવાની આદત વધી છે અને તળેલા તથા અપરિપૂર્ણ ખાદ્યોનું સેવન વધ્યું છે. આ ઝેરી ચક્રને તોડવા માટે કેલરી વધારતા નાસ્તા છોડીને બદામ, તાજાં મોસમી ફળો અને દહીં જેવા પોષક ખાદ્યો અપનાવવાની જરૂર છે. ખાસ કરીને બદામ આરોગ્યવર્ધક નાસ્તો છે, કારણ કે તેમાં ઘણાં બધાં પોષકો છે અને વજનની માવજત, હૃદયનું આરોગ્ય, ડાયાબીટીસની માવજત અને ત્વચાના આરોગ્યની બાબતમાં લાભોની વૈવિધ્યતા પ્રદાન કરે છે. બદામનો નાસ્તો નાનું છતાં મોટું પરિવર્તન છે, જે આરોગ્યવર્ધક જીવનશૈલી જીવવામાં મદદ કરી શકે છે.

આરોગ્યવર્ધક ખાદ્ય અને નાસ્તાની આદતોનો મહત્ત્વ પર ભાર આપતાં બોલીવૂડની અગ્રણી અભિનેત્રી સોહા અલી ખાને જણાવ્યું હતું કે હું મારા ખાદ્ય અને નાસ્તાની પસંદગીઓ વિશે હંમેશાં બહુ સતર્ક રહું છું. ખાસ કરીને હવે મારી નાની દીકરી મને રોલ મોડેલ તરીકે જોતી હોવાથી હું વધુ સતર્ક છું. આથી હું ઘરમાં રાખું તે નાસ્તા બાબતે બહુ સતર્ક રહું છું. મારો નાસ્તાનો વિકલ્પ બદામ છે, કારણ કે તે પ્રોટીનનો સમૃદ્ધ સ્રોત ધરાવે છે, જે પોષક ઊર્જા વધારવા સાથે સ્નાયુના સમૂહની વૃદ્ધિ અને જાળવણીમાં યોગદાન આપવા માટે પણ ઓળખાય છે. ઉપરાંત બદામ સ્વાદમાં આસાન અને ઝડપી હોય છે અને કોઈ પણ ભારતીય મસાલા સાથે તે ચાલી શકે છે. આથી તમારા આરોગ્ય પર બાંધછોડ કર્યા વિના તે ભૂખ સંતોષવા માટે મુઠ્ઠીભર બદામ જોડે રાખવાની ખાતરી રાખો.

ન્યૂટ્રિશન અને વેલનેસ કન્સલ્ટન્ટ શીલા કૃષ્ણસ્વામી અનુસાર દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં ઘણા બધા લોકો કુપોષિત છે અને તેમના આહારમાં મહત્ત્વપૂર્ણ પોષકોનો અભાવ હોય છે. કોવિડ-19ને લીધે નવા નિયમો અપનાવવાનું આપણે મોટા ભાગના લોકો શીખી ગયા હોવાથી તમારા પરિવાર અને તમારી ખાવાની આદતો અને જીવનશૈલી પર ધ્યાન રાખવાનું મહત્ત્વપૂર્ણ છે. આરોગ્યવર્ધક અને વધુ પરિપૂર્ણ જીવનશૈલી જીવવા માટે યોગ્ય ખાવાનું શરૂ કરો અને તમારા પોતાના અને પરિવારના રોજના આહારમાં બદામ જેવાં આરોગ્ય ખાદ્યો સમાવિષ્ટ કરો. રોજ બદામના સેવનથી ઘણાં બધાં પોષકો મળવા સાથે ઈમ્યુનિટી પણ મજબૂત બને છે, કારણ કે તે વિટામિન ઈ છે.

આરોગ્યવર્ધક જીવનશૈલી જાળવવાના સક્રિય પ્રયાસ જાળવવાની જરૂર પર બોલતાં પિલેટ્સ એક્સપર્ટ અને ડાયેટ તથા ન્યૂટિશન કન્સલ્ટન્ટ માધુરી રુઈયાએ જણાવ્યું હતું કે આરોગ્યવર્ધક જીવનશૈલીમાં તમે તમારા પરિવાર અને પોતાને માટે કરો તે ઘણી બધી આરોગ્યવર્ધક પસંદગીઓનો સમાવેશ થાય છે. આ પસંદગીઓ અને પ્રયાસો લાંબે ગાળે આરોગ્યવર્ધક વજન, આનંદિત હૃદય અને જીવનશૈલીના રોગોના નિવારણ સહિત વિવિધ લાભો આપવામાં મદદરૂપ થાય છે. તંદુરસ્ત અને આરોગ્યવર્ધક જીવનની ખાતરી રાખવા માટે તમે કરો તે પ્રથમ અને ઉત્તમ પસંદગીમાંથી એકમાં બધાં તળેલાં, અપરિપૂર્ણ નાસ્તાને દૂર કરો અને કુલ અને એલડીએલ કોલેસ્ટરોલ ઓછું કરવા માટે જ્ઞાત બદામ જેવા આરોગ્યવર્ધક વિકલ્પો અપનાવો, જે આરોગ્યવર્ધક આહારમાં ઉમેરો અને હૃદયને હાનિ પહોંચાડતી દાહક સોજાની સપાટી ઓછી કરો. ઉપરાંત બ્રિટિશ જર્નલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર સંશોધકોનો અંદાજ એવો છે કે રોજ ઉપભોગ કરાતા બદામનો દરેક માટે 30 ગ્રામનો વધારો (આશરે 1 સર્વિંગ) કરવાથી અંદાજિત 10 વર્ષનો કોરોનરી હાર્ટ ડિઝીઝ (સીએચડી) જોખમનો સ્કોર 3.5 ટકાથી ઓછો થયો હતો.

આરોગ્યવર્ધક જીવન માટે ભરપૂર કટિબદ્ધતા અને ધીરજની આવશ્યકતા હોય છે. આ વિશ્વ ખાદ્ય દિવસ પર ચાલો, યોગ્ય ખાદ્ય સેવન કરીને અને નિયમિત કસરત કરીને આરોગ્યવર્ધક રહેવાની ખાતરી રાખીએ.

કેલિફોર્નિયાના બદામ નૈસર્ગિક, પરિપૂર્ણ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય છે. ધ આલ્મંડ બોર્ડ ઓફ કેલિફોર્નિયા માર્કેટિંગ, ખેતીવાડી અને ઉત્પાદનનાં બધાં પાસાંમાં કેલિફોર્નિયામાં 7600થી વધુ બદામના ઉત્પાદકો અને પ્રોસેસરો, જેમાંથી ઘણા બધા બહુપેઢી પરિવારથી કામગીરી કરે છે તેમને માટે પોતાના સંશોધન આધારિત અભિગમ થકી બદામને પ્રમોટ કરે છે. 1950માં સ્થાપિત અને મોડેસ્ટો, કેલિફોર્નિયામાં સ્થિત ધ આલ્મંડ બોર્ડ ઓફ કેલિફોર્નિયા બિન નફો કરતી સંસ્થા છે, જે યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરની દેખરેખ હેઠળ ઉત્પાદક ઘડાયેલા ફેડરલ માર્કેટિંગ ઓર્ડર આપે છે. આલ્મંડ બોર્ડ ઓફ કેલિફોર્નિયા અથવા બદામ પર વધુ માહિતી માટે કૃપા કરીને વિઝિટ કરો www.almonds.in

અખબારી સંપર્ક

ઈમ્યુન ફંકશનના ન્યૂટ્રિશનલ મોડ્યુલેશન પર પીપીટી અને વિટામિન ઈ એડમિનિસ્ટ્રેશન મે ડિક્રીઝ ધ ઈન્સિડેન્સ ઓફ ન્યૂમોનિયા ઈન એલ્ડર્લી મેલ્સ પર અધ્યયન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here