ફેફસાને મજબૂત બનાવવા અપનાવો આ કસરતો

0
5

નવી દિલ્હી તા.5
યોગ્ય કસરત તમને આજીવન સ્વસ્થ રાખી શકે છે. જો તમે તમારા ફેફસા મજબૂત કરવા માંગતા હોવ તો આ 4 કસરત નિયમિત કરવાથી તમને ઘણાં ફાયદાઓ થઈ શકશે. મોટાભાગની આ કસરતમાં ટેનીસ અથવા મસાજ બોલની જરૂર પડશે.

1) પેકટ્રોલ રોલ
અપર બોડી પર બોલ દ્વારા મસાજ કરવાથી મસલ્સને આરામ મળે છે. આ માટે તમારે દિવાલ સામે ઉભા રહીને કોલર બોન પર બોલ રાખવો. ધીરે ધીરે દિવાલ તરફ ઢળવું અને બોલને આગળ પાછળ આજુબાજુ ફેરવવો. આ જ કસરત બીજી બાજુ પણ પુનરાવર્તિત કરવી.

2) ઈન્ટરકોસ્ટલ રોલ
દિવાલ તરફ ઉભુ રહેવું. એક હાથને ઉંચો કરવો અને દિવાલ પર હથેળી ટેકવવી. પાંસળી ઉપર બગલ પાસે દડો મુકવો. હવે દિવાલ તરફ ઝુકવું અને બોલ આગળ-પાછળ ફેરવવો પછી બોલને એક ઈંચ નીચે રાખી આ કસરત દોહરાવવી. આ જ રીતે નીચેની પાંસળી સુધી ન પહોંચો ત્યાં સુધી આરીતે મસાજની કસરત ચાલુ રાખવી.

3) ગરદનની આરામ આપવો
આ કસરત માટે યોગા બ્લોક અથવા જાડુ પુસ્તક માથાની નીચે મુકવું. તમારું માથુ જમણી બાજુ ફેરવો અને તમારા કાનની નીચે દડો રાખવો. 5 ઉંડા શ્ર્વાસ લેવા અને હળવેકથી 3-4 વખત માથુ ઉપર-નીચે હલવવું તથા આજુબાજુ ફેરવવું જે પછી દડાને ડાબીબાજુ રાખી કસરત રિપીટ કરવી.

4) પગ પહોળા કરી આગળ તરફ નમવું
આ કસરત માટે તમારાપગ 4 ફુટ પહોળા કરવા, પગના આંગળા અંદરની તરફ લેવા. જે પછી તમારા હાથ પીઠ પાછળ રાખવા, શ્વાસ લેવો અને હથેળીઓને ભાગી કરવી. શ્વાસ લેતા-લેતા આગળ તરફ નમવું અને હાથને ઉપર તરફ રાખવા. જો હાથને જોડેલા રાખવામાં સમસ્યા થતી હોયતો હાથમાં ટુવાલ અથવા યોગા સ્ટ્રેપ પણ રાખી શકાય. આ જ સ્થિતિમાં 10 શ્ર્વાસ સુધી ટકી રહેવું.