Wednesday, September 22, 2021
Homeઘરેલૂ ઉપાય : આજથી જ અપનાવી લો આ સરળ ઉપાય, ફટાફટ ઉતરવા...
Array

ઘરેલૂ ઉપાય : આજથી જ અપનાવી લો આ સરળ ઉપાય, ફટાફટ ઉતરવા લાગશે તમારું વજન

અત્યારે મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે અને તો લોકો સ્લિમ અને ફિટ રહેવા મથે છે. પણ બિઝી લાઈફસ્ટાઈલને કારણે મોટાભાગના લોકો આખા દિવસ દરમ્યાન વજન ઘટાડવા માટે કંઈ કરી શકતા નથી. જેના કારણે તેમનું વજન સતત વધતું રહે છે. રાતના સમયે આ ટિપ્સ અપનાવવાથી તમે સરળતાથી વજન ઉતારી શકો છો અને મહિનામાં જાડામાંથી દુબળા બની શકો છો.

  • ફટાફટ વજન ઉતારવા અપનાવો આ ટિપ્સ
  • ડાઈજેશન સુધારવાની સાથે ઉતરશે તમારું વજન
  • હળદરવાળું દૂધ અને ગ્રીન ટી કરશે વજન ઉતારવામાં કરશે મદદ

જો તમે સરળતાથી ઘરે જ કોઈ પણ કસરત વિના વજન ઉતારવા ઈચ્છો છો તો તમે આ કેટલીક ઘરેલૂ ટિપ્સ અપનાવી શકો છો. આ ટિપ્સ તમને સ્વસ્થ રાખે છે અને સાથે જ તમારું વજન પણ ઝડપથી ઓછું કરે છે. તો જાણી લો તમારે શું કરવું પડશે.

  • ડિનરની સાથે ફેટ ફ્રી મિલ્કમાંથી બનેલું 1 વાટકી દહીં ખાઓ. પેટ જલ્દી ભરાશે અને સાથે ડાઈજેશન પણ સારું રહેશે. તેનું પ્રોટીન બોડીની ફેટ ઘટાડશે.
  • રાતે તેલ વાળો અને મસાલાથી ભરપૂર ખોરાક ન ખાઓ.સૂપ, દલિયો અને દાળનો ઉપયોગ કરો. તેમાં કેલેરી ઓછી હોય છે અને ન્યૂટ્રિશન વધારે હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
  • સૂવાના 3-4 કલાક પહેલાં ડિનર લો અને રાતે 8 પહેલાં જમી લો તે યોગ્ય છે. તે વજનને કંટ્રોલમાં રાખે છે અને ડાઈજેશન સુધારે છે.
  • રાતના સમયે ઈંડા, પનીર ટિક્કા, ડ્રાય ચિકન ખાવાથી પ્રોટીન મળશે અને સાથે ડાઈજેસ્ટ કરવામાં બોડીને વધારે કેલેરી ખર્ચ કરવી પડશે. આ કારણે તમારું વજન ઘટશે.
  • સૂતા પહેલાં 1 ગ્લાસ હળદર વાળું દૂધ પીઓ.ડાઈજેશન સુધરશે અને બોડી ફેટ ઝડપથી ઓગળશે. હળદરમાં ડાયટરી ફાઇબર્સ હોય છે જે વજન વધવા દેતા નથી અને ફેટ ઓછું કરે છે. તેનો મતલબ છે કે જ્યારે હળદર દૂધની સાથે લો છો તો વજન ઘટવાની પ્રક્રિયા તેજ થઇ જાય છે. આ સાથે હળદરમાં થર્મોજેનિક પ્રોપર્ટીજ હોય છે, જે તમારા મેટાબોલિઝમને મજબૂત કરે છે તેનાથી તમારી કેલરી જલદી બર્ન થઇ જાય છે.
  • રાતે જમ્યા બાદ 1 કપ ગ્રીન ટી પીઓ. તેનું એન્ટીઓક્સીડન્ટ્સ ઊંઘમાં બોડીની ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments