Wednesday, September 22, 2021
Homeરોકાણ કરવાના ફાયદા : FD પર સરળતાથી લોન મળે છે અને ટેક્સમાં...
Array

રોકાણ કરવાના ફાયદા : FD પર સરળતાથી લોન મળે છે અને ટેક્સમાં પણ છૂટ મળે છે

આપણા દેશમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરવાનું લોકો સૌથી વધુ પસંદ કરે છે. તેનું કારણ એ છે કે, તે એક સુરક્ષિત અને નિશ્વિત રિટર્ન આપતું રોકાણ છે. પરંતુ FDમાં રોકાણ કરવાના ઘણા અન્ય ફાયદા પણ છે. જેમ કે તમને FD પર ઓછા વ્યાજ દરે અને સરળતાથી લોન મળે છે. આજે અમે તમને FDના એવા 5 ફાયદા જણાવી રહ્યા છીએ જેને જાણવા તમારા માટે જરૂરી છે.

FD પર લોન મળે છે
જો તમને પૈસાની જરૂર પડે છે તો તમે FD પર લોન લઈ શકો છો. અનુકૂળતા મુજબ, તમે તેની ચૂકવણી કરી શકો છો. FDની વેલ્યુના 90% સુધી તમે લોન લઈ શકો છો. ધારો કે તમારી FDની કિંમત 1.5 લાખ રૂપિયા છે તો તમને 1 લાખ 35 હજાર રૂપિયા લોન મળી શકે છે. જો તમે FD પર લોન લો છો તો તમારે ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ કરતા 1-2% વધારે વ્યાજ ચૂકવવું પડશે. ઉદાહરણ તરીકે, જો તમને તમારી FD પર 4% વ્યાજ મળી રહ્યું છે તો તમને 6%ના વ્યાજદરે લોન મળી શકે છે.

ટેક્સમાં છૂટ
ટેક્સ સેવિંગ FDમાં 5 વર્ષ માટે રોકાણ કરવા પર તમને આવકવેરામાં પણ છૂટ મળે છે. તેમાં જમા મૂળધનની સાથે જ વ્યાજ પર પણ તમારે કોઈ ટેક્સ આપવો નથી પડતો. જો કે, કોઈ પણ નાણાકીય વર્ષમાં તમારી FD પર કોઈએક નાણાકીય વર્ષમાં મેળવેલું વ્યાજ 10 હજાર રૂપિયાથી વધુ છે, તો તેના પર 10%ના હિસાબથી TDS કટ કરવામાં આવશે. તેના પર પણ જો તમે પેન કાર્ડ (પરમેન્ટ અકાઉન્ટ નંબર) પ્રોવાઈડ નથી કર્યું તો, 20 ટકાના દરેથી ટેક્સ કટ કરવામાં આવી શકે છે.

એક નિશ્ચિત રિટર્ન મળે છે
FDનો સૌથી મોટો ફાયદો એ છે કે, તમને રોકાણની શરૂઆતમાં જ જણાવવામાં આવે છે કે મેચ્યોરિટી પર તમને કેટલો ફાયદો થશે. તેમાં કોઈ જોખમ નથી. કોઈપણ સ્થિતિમાં ન તો તેનાથી વધુ પૈસા મળે છે અને ન તો ઓછા.

વચ્ચેથી પૈસા ઉપાડી શકાય છે
મૂડીની સલામતી અને વ્યાજના નિર્ધારિત દર સિવાય FDની સાથે લિક્વિડિટી પણ રહે છે. જરૂરિયાતના સમયે તેને કોઈપણ સમયે તોડી શકો છો. તમે ઈચ્છો તો FDને મેચ્યોરિટી સુધી ચાલુ રાખી શકો છો. મેચ્યોરિટીના સમયગાળા પહેલા પણ તેની ચૂકવણી કરી શકાય છે. જો કે, આવું કરવા પર બેંક તમારી પાસેથી અમુક ચાર્જ વસૂલે છે, જે ઘણો ઓછો હોય છે.

સિનિયર સિટીઝનને વધારે વ્યાજ મળે છે
સિનિયર સિટીઝનને FD પર વધારે વ્યાજ આપવામાં આવે છે. તે સામાન્ય FD કરતા 0.50% કરતા વધારે હોય છે. તેથી જો તમે તમારા માટે અથવા તમારા પરિવારમાં કોઈ સિનિયર સિટીઝન છે, તો તેને FDમાં રોકાણ કરવા પર વધારે ફાયદો મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments