જાહેરાત : દિલ્હીમાં હવે વિજળી બાદ ઇન્ટરનેટ પણ ફ્રી, દર મહીને મળશે આટલાં GB ડેટા

0
11

 દિલ્હીઃ મહિલાઓ માટે મેટ્રો અને ડીટીસી બસોમાં મફતમાં મુસાફરી અને મફતમાં વિજળીની જાહેરાત કર્યા બાદ હવે સામાન્ય માનવી માટે આમ આદમી પાર્ટીની સરકાર ચૂંટણી પહેલા લોકોને મફતમાં ઇન્ટરનેટ સેવા પણ આપવા જઇ રહી છે. દિલ્હી સરકારે ગુરૂવારનાં રોજ કેબિનેટની બેઠકમાં અનેક મહત્વનાં પગલાં પણ લીધાં છે. આ અંતર્ગત સરકારે દરેક વિધાનસભા ક્ષેત્રમાં 2000 અને CCTC લગાવવા અને પૂરા દિલ્હીમાં 11,000 હોટસ્પોટ લગાવવાની જાહેરાત કરી છે. પ્રત્યેક યૂઝર દર મહીને 15 GB ડેટા મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે કહ્યું કે, આગામી 3-4 મહીનામાં લોકોને આ સુવિધા મળવા લાગશે.

મુખ્યમંત્રીએ દિલ્હીમાં Free wifiની પણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, પૂરા દિલ્હીમાં 11,000 હોટસ્પોટ ઇન્સ્ટોલ કરવામાં આવશે. ફ્રી વાઇફાઇ આપવાનું કામ એક પ્રકારથી શરૂ થઇ ચૂક્યું છે. દરેક યૂઝરને દરેક મહીને 15 GB ડેટા મફતમાં આપવામાં આવશે. દિલ્હીનાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં 100 હોટસ્પોટ લગાવવામાં આવશે અને 4000 હોટસ્પોટ પર લગાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here