વડોદરા : પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવેલા ચાઈનીઝ મોબાઇલ કંપનીઓની જાહેરાતના સાઈન બોર્ડ હટાવાયા

0
4

વડોદરા. ભારત-ચીનના સૈનિકો વચ્ચે ગલવાન સરહદ ઉપર થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા બાદ ચાઈનીઝ વસ્તુઓનો વિરોધ થઇ રહ્યો છે, ત્યારે આજે વડોદરા શહેરના પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવેલા ચાઈનીઝ મોબાઈલ કંપનીઓના જાહેરાતના સાઈન બોર્ડ ઉતારી લેવાની શરૂઆત કરવામાં આવી છે. વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન બહાર લગાવવામાં આવેલુ ચાઈનીઝ કંપનીની જાહેરાતનું સાઈન બોર્ડ ઉતારી લેવાયું હતું.

ચાઈનીઝ મોબાઇલ કંપનીઓના સાઇન બોર્ડ ઉતારી લેવાની માંગ ઉઠી હતી

આ પહેલા વડોદરાના યુવાનો દ્વારા વડોદરાના પોલીસ સ્ટેશનનો સહિત સરકારી ઇમારતો ઉપર લગાવવામાં આવેલા ચાઈનીઝ મોબાઇલ કંપનીઓના સાઇન બોર્ડ ઉતારી લેવાની માંગ ઉઠી હતી અને વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, ત્યારે હવે સરકારી ઇમારતો પરથી ચાઈનીઝ કંપનીઓના બોર્ડ હટાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.