વડોદરા : કોરોના ગાઇડલાઇનની સલાહ આપવી ભારે પડી, હુમલાખોરે યુવાનને લોખંડના સળીયાથી ફટકાર્યો

0
3

તું કોરોના પોઝિટિવ વ્યક્તિની સાથે ફરે છે, જેથી અમારાથી દૂર રહેજે, તેવું કહેનાર યુવકને હુમલાખોરે લોખંડનો સળિયો માથામાં ફટકાર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડીને નવાપુરા પોલીસે હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે.

ઉશ્કેરાયેલા વ્યક્તિએ યુવાનને માથામાં લોખંડનો સળિયો ફટકાર્યો

વડોદરા શહેરના પથ્થર ગેટ ખાતે રહેતા વિજય ખારવા કાર પેઇન્ટિંગનો ધંધો કરે છે. તે ચોખંડી વિસ્તારમાંથી પસાર થતો હતો, તે વખતે સુધીર ખારવા(રહે, નાની ખારવાવાડ, વડોદરા) એ ઉભો રાખ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, તો લોકોને એવી વાત કરે છે કે, મનીષ ખારવાને કોરોના થયો છે, જેથી તેની સાથે કામ ઉપર જાય છે, તો તું અમારાથી દૂર રહેજે અને ઉશ્કેરાઇને યુવાનને લોખંડના સળીયા માથામાં ફટકાર્યો હતો, જેથી વિજય લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો.

સ્થાનિક લોકોએ યુવાનને હોસ્પિટલમાં દાખલ કર્યો

આ બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વિજયને હોસ્પિટલ ખસેડ્યો હતો. ફરિયાદના આધારે નવાપુરા પોલીસે સુધીર ખારવા વિરૂદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.