મહિલાઓની સલામતીને લઇ ગૃહમંત્રાલયે જારી કરી એડવાઈઝરી, બેદરકારી બદલ પોલીસ પર કાર્યવાહી કરવા આદેશ

0
6

દેશભરમાં મહિલાઓ પર અત્યાચાર, છેડતી તેમજ ગેંગરેપ જેવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આવા ગંભીર ગુનાઓને લઇ કેન્દ્ર સરકારે કડક પગલા ઉઠાવ્યા છે. દેશમાં ઝડપથી વધતા મહિલા અપરાધને જોતા ગૃહમંત્રાલયએ તમામ રાજ્યો માટે એડવાઈઝરી જારી કરી છે.

સરકાર તરફથી જારી કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર હવે મહિલા ગુનાઓ પર એફઆઇઆર નોંધાવી ફરજિયાત રહેશે. મંત્રાલયે આઇપીસી અને સીઆરપીસીની જોગવાઈઓ જણાવતા કહ્યું કે, રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ તેનું પાલન સુનિશ્ચિત કરે.

ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, એડવાઈઝરીમાં જારી કરવામાં આવેલી વાતો પર બેદરકારી ભર્યુ વર્તન કરનાર અધિકારીઓ પર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે.

MHA ઇન્ડિયન પીનલ કૉડ અને ક્રીમીનલ પ્રોસિજર કૉડની વિવિધ કલમો ટાંકીને કહેવામાં આવ્યું છે કે, લાપરવાહી પુરવાર થશે એ રાજ્યની પોલીસ સામે કડક પગલાં લેવામાં આવશે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ આ વાતની નોંધ લે એવું ગૃહ ખાતાએ જણાવ્યું હતું. ઇન્ડિયન પીનલ કૉડની કલમ 166 A (c) અન્વયે ફરિયાદ નહીં નોધનારા અધિકારી સજાપાત્ર ગુનો કરતા હતા એવું પણ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે.

ઇન્ડિયન ક્રીમીન પ્રોસિજર કૉડની કલમ 164 -એ અન્વયે બળાત્કારની ફરિયાદ થાય એટલે ચોવીસ કલાકમાં પીડિતાની મેડિકલ તપાસ કરવા પોલીસ બંધાયેલી હતી. આ જ કાયદાની 173મી કલમ હેઠળ બળાત્કારની તપાસ બે માસમાં પૂરી કરી નાખવાની જોગવાઇ હતી. એનો અમલ કરવા પોલીસ તંત્ર બંધાયેલું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here