Tuesday, February 11, 2025
Homeઅફઘાનિસ્તાન : 13 વર્ષીય આત્મઘાતીએ લગ્નમાં પોતાને જ ઉડાવ્યો, કમાંડર સહિત 5...
Array

અફઘાનિસ્તાન : 13 વર્ષીય આત્મઘાતીએ લગ્નમાં પોતાને જ ઉડાવ્યો, કમાંડર સહિત 5 લોકોના મોત

- Advertisement -

કાબુલઃ અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં લગ્ન વખતે શુક્રવારે સવારે 13 વર્ષના બાળકે પોતાની જાતને વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી. આ હુમલામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં સરકાર સમર્થિત વિદ્રોહીઓનો એક કમાંડર પણ સામેલ છે. જો કે, કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પૂર્વ અફઘાનના આ પ્રાંતને આંતકી સંગઠન IS અને તાલિબાનનો ગઢ માનવામાં આવે છે.

પોલીસ અધિકારી ફૈઝ મોહમ્મદ બાબરખિલે જણાવ્યું કે, વિસ્ફોટ પચીરવા આગમ જિલ્લામાં થયો હતો. આ સરકાર સમર્થક વિદ્રોહીઓના કમાંડર મલિક તૂરે લગ્નનું આયોજન કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આઈઈડીથી સજ્જ બાળક મલિક તૂરને નિશાન બનાવવા ઈચ્છતો હતો. વિસ્ફોટમાં કમાંડરનું મોત થઈ ગયું છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular