Tuesday, September 21, 2021
Homeઅફઘાનિસ્તાન : તાલિબાન સાથે લડાઈમાં હારેલા 46 અફઘાન સૈનિકોએ પાકિસ્તાનમાં શરણ લેવી...
Array

અફઘાનિસ્તાન : તાલિબાન સાથે લડાઈમાં હારેલા 46 અફઘાન સૈનિકોએ પાકિસ્તાનમાં શરણ લેવી પડી

અમેરિકન સેનાએ અફઘાનિસ્તાન છોડ્યા પછી તાલિબાને અહીં જે કહેર વર્તાવ્યો છે તે સમગ્ર દુનિયા જાણે છે. તાલિબાન સાથે લડાઈ દરમિયાન હારેલા 46 અફઘાન સૈનિકોએ પાકિસ્તાનમાં શરણ લેવી પડી છે. સોમવારે પાકિસ્તાની સેના દ્વારા આ વિશે માહિતી આપવામાં આવી છે. આ માહિતી પ્રમાણે સીમા પર લડાઈ દરમિયાન ઘણી જગ્યાઓ પર અફઘાન સેના તેમનું નિયંત્રણ ગુમાવી બેઠી છે. ત્યારપછી પોતાનો જીવ બચાવવા અફઘાન સૈનિકોએ પાકિસ્તાનની મદદ લેવી પડી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અફઘાન સેના પ્રમુખ જનરલ વલી મોહમ્મદજઈએ આ સપ્તાહની તેમની ભારત યાત્રા પણ રદ કરી દીધી છે. અફઘાન એમ્બેસી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

અફઘાન સૈનિકોએ તઝાકિસ્તાન અને ઈરાનની પણ મદદ લીધી
તાલિબાનોના ત્રાસથી છેલ્લા કેટલાક સપ્તાહથી અફઘાન સેનાના સૈનિકો અને નાગરિકો તઝાકિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન ભાગી ગયા છે. પાકિસ્તાની સેનાએ એક નિવેદન આપતા જણાવ્યું છે કે, અફઘાન અધિકારીઓ તરફથી ક્લિયરન્સ મળ્યા પછી હવે આ સૈનિકોને સુરક્ષીત પરત મોકલી દેવામાં આવશે. નિયમ પ્રમાણે અફઘાન સેનાને શરણ આપવાની સાથે સાથે સૈન્ય નિયમો પ્રમાણે જમવાનું અને જરૂરી મેડિકલ સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે કે, જ્યારે બંને દેશો વચ્ચેની સ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે અફઘાન સેનાને તેમના દેશ પરત મોકલી દેવામાં આવશે. નોંધનીય છે કે, અફઘાની રાજદૂતની દિકરીનું પાકિસ્તાનમાં અપહરણ થયા પછી ત્યાંથી તમામ અફઘાન રાજનાયિકોને પરત બોલાવી લેવામાં આવ્યા છે.

તાલિબાનોથી અફઘાન સેના અને નાગરિકો ત્રસ્ત
તાલિબાનોથી અફઘાન સેના અને નાગરિકો ત્રસ્ત

ગંભીર સ્થિતિ વાળા શહેરો પર ધ્યાન અપાઈ રહ્યું છે
નોંધનીય છે કે, અમેરિકાએ અફઘાનિસ્તાનથી તેમના સૈનિકો પરત બોલાવી લીધા પછી તાલિબાનો અહીં સતત ત્રાસ વર્તાવી રહ્યા છે. જોકે સતત સ્થિતિ ખરાબ થયા પછી અમેરિકાએ તાલિબાનો પર હવાઈ હુમલા કર્યા છે. તે સાથે જ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, તેઓ અહીં હવાઈ હુમલા ચાલુ જ રાખશે. અમેરિકા આ રીતે અફઘાન સેનાની તાલિબાનો સાથેની લડાઈમાં મદદ કરશે.

બીજી બાજુ અફઘાન સરકાર અને તાલિબાનના પ્રવક્તાએ કતરના પાટનગર દોહામાં મુલાકાત કરી ચૂક્યા છે. જોકે તેનાથી કોઈ ઉકેલ આવ્યો નથી. આ દરમિયાન સતત હારનો સામનો કરતી અફઘાનિસ્તાન સેના હવે તાલિબાન સામે તેમની લડાઈની પદ્ધતિ બદલી રહી છે. તેઓ હવે કાબુલ અને એવા શહેરો પર ધ્યાન આપી રહ્યા છે જ્યાં વધારે ગંભીર સ્થિતિ છે.

અહમદજઈની 3 દિવસની ભારત મુલાકાત રદ
અફઘાન સેના પ્રમુખ જનરલ વલી મોહમ્મદજઈ આજથી 3 દિવસની ભારત મુલાકાતે આવવાના હતા. આ યાત્રા ઘણાં મહિનાઓ પહેલાં જ નક્કી કરી લેવામાં આવી હતી અને આ યાત્રા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટલી બ્લિંકનના નવી દિલ્હીની મુલાકાત સાથે જ થવાની હતી. અહમદજઈ 27થી 30 જુલાઈ સુધી ભારતની મુલાકાતે આવવાના હતા. પરંતુ અફઘાનિસ્તાનમાં યુદ્ધની તીવ્રતા અને તાલિબાનના વધતા આક્રમણના કારણે યાત્રા સ્થગિત કરવામાં આવી છે.

શું હતો ભારત મુલાકાતનો ઉદ્દેશ?
અહમદજઈની આ મુલાકાત દરમિયાન તેમનો ભારતીય સમકક્ષ જનરલ એમએમ નરવાણે સાથે વાતચીત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય અગ્રણી અધિકારીઓ સાથે મળવાનો કાર્યક્રમ હતો. વિવિધ સંસ્થાઓમાં પ્રશિક્ષિત અફઘાન કેડરને મળીને પુણે પણ જવાના હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments