અફઘાનિસ્તાન : કાબુલમાં ઇદની નમાજ દરમિયાન રાષ્ટ્રપતી ભવન પાસે રોકેટથી હુમલા

0
1

અફઘાનિસ્તાનમાં ઇદની નમાજ દરમિયાન રોકેટ દ્વારા હુમલો થયો છે. ટોલો ન્યુઝ અનૂસાર, કાબુલમાં જે જગ્યાએ આ હુમલો થયો તે જગ્યાએથી રાષ્ટ્રપતી ભવન નજીક છે. આ હુમલાને લઇને માનવામાં આવી રહ્યુ છે કે હુમલાનાં નિશાના પર રાષ્ટ્રપતી અશરફ ગની હોઇ શકે છે.

બકરી ઇદની નમાજનાં લીધે મોટી સંખ્યામાં લોકો કાબુલના એક મેદાનમાં ભેગા થયેલા હતા, ત્યારેજ એક પછી એક રોકેટ ત્યાં પડ્યા હતા. અત્યારે હુમલામાં થયેલા નુકશાનની જાણકારીનો અંદાજ નથી.

ભારતીય પત્રકાર દાનિશ પણ ક્રોસ ફાયરિંગનો શિકાર થયેલા
ભારતીય ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકી 16 જુલાઈએ અફઘાનિસ્તાનના કંધારમાં તાલિબાન અને સુરક્ષા દળો વચ્ચેના ઘર્ષણ દરમિયાન માર્યા ગયા હતા. તે ન્યૂઝ એજન્સી રાઇટર્સ માટે કામ કરતા હતાં. 2018 માં તેમને પુલિત્ઝર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ટોલો ન્યૂઝ અનુસાર, દેનિશ સ્પિન બોલ્ડક જિલ્લાની વર્તમાન પરિસ્થિતિને કવર કરતા હતા. જ્યારે અફઘાનિસ્તાનની વિશેષ દળો રેસ્કયુ મિશન પર હતા ત્યારે દાનિશ તેમની સાથે હાજર હતા.

જ્યા દાનિશની હત્યા થઇ, ત્યા તાલિબાની સાથે પાકિસ્તાની ધ્વજ
અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડક વિસ્તારમાં જ્યાં ભારતીય ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીની 16 જુલાઈએ હત્યા કરવામાં આવી હતી ત્યાં તાલિબાન અને પાકિસ્તાનના ધ્વજ એક સાથે લહેરાતા જોવા મળી રહ્યા છે. તાલિબાન માટે પાકિસ્તાનનું સમર્થન સામે આવ્યું છે. તાજેતરમાં જ, 10,000 પાકિસ્તાની લડવૈયાઓને અફઘાનિસ્તાનના યુદ્ધ ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા છે, જેથી તેઓ આતંક ફેલાવવામાં તાલિબાનોને સમર્થન આપી શકે અને ભારત દ્વારા બાંધવામાં આવેલા માળખાને નષ્ટ કરી શકે.

અહેવાલો અનુસાર, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ તેના સૈનિકોને આદેશ આપ્યો છે કે ભારતે અફઘાનિસ્તાનમાં બનાવેલ ઇન્ફાસ્ટ્રક્ચરનો નાશ કરવામાં આવે. જો કે, ઘણાં વર્ષોથી આતંકી સંગઠન હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં ભારતની સંપત્તીને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ સંગઠનને પાકિસ્તાનનું સમર્થન મળી રહ્યુ છે.

અફઘાનિસ્તાનમાં ઝડપથી કબજો કરી રહ્યુ છે તાલીબાન
આશરે 20 વર્ષ અફઘાનિસ્તાનમાં રહ્યા પછી અમેરિકી સેના પરત ફરી ગઇ છે. અમેરિકી સૈન્યનાં પરત ફરવાની સાથે જ ખબરો આવવા લાગી છે કે જે તાલિબાનનો નાશ કરવા અમેરિકા પશ્ચિમી દેશો સાથે મળીને યુધ્ધ લડ્યુ, તે આજે ફરી અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પોતાનો હક્ક જમાવવાનો શરૂ કરી દીધો છે.

પાકિસ્તાનના 21 આંતકી સંગઠન તાલિબાન સાથે છે, ભારત માટે ચિંતાનો વિષય
પાકિસ્તાનના 21 આંતકી સંગઠન તાલિબાન સાથે હોવાથી ભારતની કાશ્મીર મુદ્દે સુરક્ષાની ચિંતાઓમાં વધારો કર્યો છે. તાલિબાની સેના સાથે પાકિસ્તાનના 21 આતંકીઓ ભેગા મળી અફઘાની સેના અને જનતા પર હુમલો કરી રહ્યા છે. અફધાનિસ્તાનની અશરફ અલી સરકારે આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનુ શરુ કરી દીધુ છે. ભારત આ મુદ્દે એટલે ચિંતિંત છે કારણ કે અફઘાનિસ્તાનમાં જે પાકિસ્તાની સંગઠનો કામ કરી રહ્યા છે તે બધા ભારત વિરોધી ગતિવિધીઓમાં શામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here