Wednesday, September 29, 2021
Homeઅફઘાનિસ્તાન : તાલિબાને 15 વર્ષથી મોટી અને 45 વર્ષથી નીચેની વિધવાઓની યાદી...
Array

અફઘાનિસ્તાન : તાલિબાને 15 વર્ષથી મોટી અને 45 વર્ષથી નીચેની વિધવાઓની યાદી આપવાનો આદેશ

અફઘાનિસ્તાનમાં દિવસે દિવસે સિૃથતિ બદતર થતી જાય છે. તાલિબાની આતંકવાદીઓ મહિલાઓ સાથે ખૂબ જ બર્બર વર્તન કરી રહ્યા છે. યુવતીઓને ઘરમાંથી ખેંચીને લઈ જતાં હોવાના બનાવો બનવા લાગ્યા છે. એ દરમિયાન 15 વર્ષથી મોટી છોકરીઓની યાદી પણ તાલિબાની આતંકવાદીઓએ બનાવી છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાને અજગરી ભરડો લઈ લીધો છે અને બર્બરતા આચરવાનું શરૂ કરી દીધું છે. તાલિબાને સૃથાનિક ધર્મગુરૂઓને અને નેતાઓને તેના વિસ્તારોની 15 વર્ષથી મોટી છોકરીઓ અને 45 વર્ષથી નીચેની વિધવા મહિલાઓની યાદી આપવાનો આદેશ કર્યો છે. આ કિશોરીઓ અને મહિલાઓના આતંકવાદીઓ સાથે લગ્ન કરવાની પેરવી તાલિબાન કરી રહ્યું છે.

અફઘાનિસ્તાનના જે વિસ્તારો તાલિબાનના કબજામાં આવી ગયા છે ત્યાંના સૃથાનિક નેતાઓને એક પત્ર પાઠવીને તાલિબાનના આતંકવાદીઓએ 15 વર્ષથી મોટી અપરણિત કિશોરીઓ અને યુવતીઓની યાદી આપવાનું જણાવ્યું છે. તે સિવાય 45 વર્ષથી નીચેની વયની વિધવા મહિલાઓની યાદી પણ તૈયાર કરવાનો આદેશ તાલિબાને કર્યો છે. તાલિબાનના એ પત્રની નકલ ફરતી થઈ છે.

હાજી રોઝી બેગ નામની અફઘાનિસ્તાનની મહિલાને ટાંકીને મીડિયા અહેવાલોમાં દાવો થયો હતો કે તાલિબાની આતંકવાદીઓએ રોઝીની 23 અને 24 વર્ષની દીકરીઓને તાલિબાનના આતંકવાદીઓ સાથે લગ્ન કરવાનું જણાવ્યું છે. અગાઉ પણ તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનની યુવતીઓને સેક્સ સ્લેવમાં ધકેલતા હોવાનો આરોપ લાગ્યો હતો.

મુસ્લિમ ન હોય એવી યુવતીઓને પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં મોકલવામાં આવે છે અને ત્યાં ધર્મ પરિવર્તન કરાવીને તાલિબાની આતંકવાદીઓને સોંપી દેવામાં આવે છે. આ આતંકવાદીઓ તેમનું જાતીય શોષણ કરે છે. દરમિયાન તાલિબાની આતંકવાદીનો એક વીડિયો પણ ભારે વાયરલ થયો છે.

વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે એક તાલિબાની આતંકવાદી યુવતી સાથે પાશવી વર્તન કરે છે અને બીજા અસંખ્ય પુરૂષો તેમ જ મહિલાઓની હાજરીમાં એ યુવતીની છેડતી કરે છે. યુવતી વિરોધ કરે છે એટલે તાલિબાની આતંકવાદી તેને પરિવારની સામે જ ઢસડીને લઈ જાય છે. આવી રીતે યુવતીઓ સાથે બર્બરતા આચરીને તાલિબાની આતંકવાદીઓ તેમને સેક્સ સ્લેવ બનાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments