Wednesday, September 29, 2021
Homeઅફઘાનિસ્તાન : તાલિબાનોનું પલડું ભારે તેથી અફઘાન નાગરિકોએ દેશમાંથી હિજરત શરૂ કરી
Array

અફઘાનિસ્તાન : તાલિબાનોનું પલડું ભારે તેથી અફઘાન નાગરિકોએ દેશમાંથી હિજરત શરૂ કરી

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓનો કેર જારી છે. તાલિબાનીઓએ હવે કંધાર એરપોર્ટ પર હુમલો કર્યો છે. કંધારને ચારેય તરફથી ઘેરી લીધું છે. અફઘાન સુરક્ષા દળો આતંકીઓનો સતત સામનો કરી રહ્યા છે. કંધાર એરપોર્ટના વડા મસૂદ પશ્તુને કહ્યું કે, શનિવારે મોડી રાત્રે એરપોર્ટ પર ત્રણ રોકેટથી હુમલો કરાયો. તેમાંથી બે રન-વે સાથે ટકરાયા એટલે તમામ ફ્લાઈટ રદ કરી દેવાઈ છે. અમેરિકન સેનાની ઘરવાપસી પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું પલડું ભારે છે. આ જ કારણસર અફઘાન નાગરિકોએ દેશમાંથી હિજરત શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠનના મતે, દર સપ્તાહે 30 હજાર અફઘાની દેશ છોડીને જઈ રહ્યા છે. અત્યાર સુધી કુલ 3.30 લાખ અફઘાનો વિસ્થાપિત થયા છે, જેમાંથી અડધા અમેરિકન સેનાની વાપસીના કારણે ડરીને વિસ્થાપિત થયા છે. ગેરકાયદે રીતે દેશ છોડનારની સંખઅયા 30-40% જેટલો વધારો થયો છે.

આ તસવીરમાં દેખાતી દીવાલ પર લોકોને અફઘાનિસ્તાન નહીં છોડવાની અપીલ કરાઈ છે, પરંતુ કાબુલની આ એરપોર્ટ ઓફિસમાં રોજ લોકોની આ જ રીતે લાંબી કતારો લાગે છે કારણ કે,તેઓ તાલિબાનોના કારણે દેશ છોડવા ઈચ્છે છે. - Divya Bhaskar

અમેરિકાનું ઈમર્જન્સી એરલિફ્ટ ઓપરેશન
અમેરિકાએ પોતાના મદદગાર અફઘાન નાગરિકોને નીકળવા માટે ઈમર્જન્સી એરલિફ્ટ ઓપરેશન શરૂ કર્યું છે. તેમને સેનાના વિમાનોમાં સુરક્ષિત સ્થળે મોકલાઈ રહ્યા છે, પરંતુ 18 હજાર લોકો એવા છે, જે અમેરિકાના સેના કે અન્ય અભિયાનોમાં મદદ કરતા હતા. આ લોકોના પરિવારજનોને ગણીએ તો આ સંખ્યા 50 હજારે પહોંચે છે. ગયા ગુરુવારે માત્ર 200 લોકો અમેરિકા પહોંચ્યા હતા.

પાકિસ્તાનને હવે વધુ શરણાર્થી મંજૂર નથી
પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે કહ્યું છે કે, અમારો દેશ હવે વધુ અફઘાન શરણાર્થીઓને નહીં સ્વીકારે. આંતરરાષ્ટ્રીય સમાજની જવાબદારી બને છે કે, તેઓ અફઘાનિસ્તાનની અંદર તેમના માટે વ્યવસ્થા કરે. જો અફઘાનિસ્તાનમાં ગૃહ યુદ્ધ છેડાઈ ગયું, તો તેના કારણે બીજા દેશમાં શરણ ઈચ્છતા લોકોને પાકિસ્તાન તરફ ના ધકેલવા જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments