અફઘાન ક્રિકેટ બોર્ડનો નિર્ણય : અફઘાનિસ્તાન 25 મહિલા ક્રિકેટરોને એક વર્ષનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપશે.

0
6

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પ્રથમ વખત 25 મહિલા ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપશે. ટેસ્ટ સ્ટેટસવાળા 12 દેશમાં માત્ર અફઘાનિસ્તાનની જ મહિલા ટીમ નથી. બોર્ડ ખેલાડીઓને એક વર્ષનો કોન્ટ્રાક્ટ આપશે અને દર છ મહિને તેનો રિવ્યૂ કરશે. જોકે, મહિલા ટીમના કેમ્પ અંગે હજુ અસમંજસ છે. કેમ કે, ત્યાંની પરંપરા મુજબ મહિલા ટીમનો કેમ્પ ચાલતો હોય તો ત્યારે ત્યાં કોઈ પુરૂષ ન હોવો જોઈએ.

સુરક્ષાની દૃષ્ટિએ કાબુલની બહાર મહિલાઓના કેમ્પનું આયોજન અત્યંત મુશ્કેલ છે. બોર્ડના અધિકારીએ કહ્યું કે, અહીં મહિલાઓ માટે શિક્ષણ, સ્પોર્ટ્સ, હેલ્થ સેક્ટરમાં જવું સરળ નથી. તેના કારણે અમે ધીમે-ધીમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. બોર્ડ પુરુષ ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અંતર્ગત એક ખેલાડીને એક વર્ષના મહત્ત્મ રૂ.70 લાખ આપે છે. પુરૂષ ટીમ વનડે અને ટી20 બંને રેન્કિંગમાં અત્યારે 10મા નંબરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here