અફરીદીએ મુસલમાનોને લઇ એવી Tweet કરી કે ઇમરાન ખાન ‘ગેંગેં-ફેંફેં’ થઇ ગયા!

0
19

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ અફરીદીએ વડાપ્રધાન ઇમરાન ખાનને ધર્મ સંકટમાં નાંખવાની માંગણી કરી છે. તેમણે ઇમરાનને આગ્રહ કર્યો કે તેઓ ‘ચીનમાં ઉઇગર મુસલમાનોની સાથે થતા અત્યાચાર પર અવાજ ઉઠાવે’. પોતાના સમયમાં વિસ્ફોટક બેટિંગની સાથો સાથ પોતાના ગૂગલી બોલ માટે જાણીતા અફરીદીએ ઇમરાનની તરફ આ નિવેદનની ગૂગલી ફેંકી છે.

ચીન પર પાકિસ્તાનની નિર્ભરતા કોઇનાથી છુપાયેલી નથી. એવામાં પાકિસ્તાન સતત ઉઇગર મુસલમાનોના મુદ્દાને ચીનનો આંતરિક મામલો ગણાવી પરોક્ષ રીતે ચીનનો પક્ષ લઇ રહ્યું છે. અફરીદીએ ટ્વીટ કરી કે ઉઇગર મુસલમાનોની વિરૂદ્ધ અત્યાચાર સાંભળી દિલ તૂટી જાય છે. વડાપ્રધાન ઇમરાન ખાનને ભલામણ કે તમે ઉમ્મત (મુસ્લિમ સમુદાય)ને સંગઠિત કરવાની વાત કહો છો તો આ અંગે પણ થોડું વિચારો. ચીની હકુમતને અપીલ છે કે તેઓ ભગવાન માટે પોતાના મુલ્કમાં મુસલમાનોનું ઉત્પીડન રોકો.

ચીનના શિનજિયાંગ વિસ્તારમાં એક કરોડથી વધુ ઉઇગર મુસલમાન રહે છે જેમને કથિત રીતે ડિટેંશન સેન્ટરમાં રખાય છે. ઉઇગર અને અન્ય અલ્પસંખ્યકોના ઉત્પીડનના આરોપમાં અમેરિકાએ ચીનની 28 સરકારી અને બિન સરકારી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકી દીધા છે. તાજેતરમાં જ તુર્કી મૂળના જર્મન ફૂટબોલર મેસુત ઓજિલે પણ ઉઇગર મુસલમાનોનો મુદ્દો ઉઠાવતા એક કેસમાં ચીનની નીતિઓની નિંદા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here