Thursday, August 5, 2021
No menu items!
Homeસિડની માં સંક્રમણ વધ્યું : ત્રીજી ટેસ્ટ દર્શકો વિના રમવામાં આવે તેવી...
Array

સિડની માં સંક્રમણ વધ્યું : ત્રીજી ટેસ્ટ દર્શકો વિના રમવામાં આવે તેવી સંભાવના : 3 દિવસના આરામ પછી ટીમ ઇન્ડિયાએ પ્રેક્ટિસ શરૂ કરી.

સિડનીમાં કોરોનાને લીધે પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. 31 ડિસેમ્બરે અહીં કોવિડ-19ના 10 નવા દર્દી મળ્યા હતા. છેલ્લા 2 અઠવાડિયામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 170 થઈ ગઈ છે. તેના લીધે જ ભારતને આ અઠવાડિયે મેલબોર્નમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું.

ભારતીય ટીમે ત્રણ દિવસના આરામ પછી શનિવારે પ્રેક્ટિસ કરી. ટીમ શનિવાર અને રવિવારે અહીં અભ્યાસ કર્યા બાદ સિડની માટે રવાના થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જાન્યુઆરીના રોજ ત્રીજી ટેસ્ટ રમાશે.

ઓસ્ટ્રેલિયન મીડિયામાં પ્રકાશિત થયેલી રિપોર્ટ્સ અનુસાર કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ત્રીજી ટેસ્ટ દર્શકો વગર રમાડવામાં આવી શકે છે. ચાર ટેસ્ટની સીરિઝ 1-1ની બરાબરી પર છે.

બંને ટીમો 4 જાન્યુઆરીએ સિડની પહોંચશે, જ્યાં બંને માટે પરિસ્થિતિ અઘરી રહેશે. સિડનીમાં કોરોના સંબંધિત પ્રોટોકોલનું પાલન થઈ રહ્યું છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારોમાં પણ હાઈ એલર્ટ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments