રાજકોટ : શહેરી વિસ્તારમાં 53 દિવસ બાદ ઉદ્યોગો ધમધમતા થયા, સવારના 8થી સાંજના 6 વાગ્યા સુધી ખુલા રખાશે

0
4

રાજકોટ. કોરોના વાઇરસને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. હાલ લોકડાઉન ત્રણ ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યના CMO અશ્વિનીકુમારે રાજકોટમાં કન્ટનમેન્ટ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં 14મેથી ઉદ્યોગો શરૂ કરી શકાશે તેવી મંજૂરી આપી હતી. આ માટે કલેક્ટરની મંજૂરી મેળવી ઉદ્યોગો શરૂ કરી શકાશે. આથી 53 દિવસ બાદ રાજકોટના શહેરના 11 વિસ્તારોમાં નાના-મોટા ઉદ્યોગો આજથી શરૂ થયા છે. કલેક્ટરની શરતોને આધીન આ તમામ ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા છે. કલેક્ટર પાસેથી મંજૂરી મળતા જ આજ સવારના 8 વાગ્યાથી ઉદ્યોગો ખુલી ગયા છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે સવારના 8થી સાંજના 6 વાગ્યા સુધી ઉદ્યોગો ખુલા રહી શકશે.

small and bog factory start after 53 day in rajkot

11 વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ થયા

રાજકોટના મવડી ઇન્ડસ્ટ્રીઝ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ, કોઠારીયા-વાવડી ઇન્ડસ્ટ્રીઝ, આજી GIDC સહિતના 11 વિસ્તારોમાં નાના-મોટા ઉદ્યોગો શરૂ થયા છે. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ ન નોંધાતા સરકારે ઉદ્યોગોને ખોલવાની પરવાનગી આપી છે. ઉદ્યોગોકારોને પણ પોતાના યુનિટમાં શ્રમિકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક પહેરવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનું જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here