Friday, August 12, 2022
Homeચીનની 59 એપ્સ બાદ વધુ 20 એપ્સ પર મોદી સરકાર મૂકી શકે...
Array

ચીનની 59 એપ્સ બાદ વધુ 20 એપ્સ પર મોદી સરકાર મૂકી શકે છે પ્રતિબંધ

- Advertisement -

ચીનની 59 એપ્સ પ્રતિબંધ મૂક્યા બાદ સરકાર વધારે 20 એપની ડેટા શેરિંગ પૉલિસી અંગે સમીક્ષા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જે કંપનીઓના સર્વર ચીનમાં છે તેમના પર પ્રતિબંધ લાગી શકે છે. આ સાથે આઇટી મંત્રાલય અનેક વેબસાઇટ્સ પર પણ પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપી શકે છે. આઇટી મંત્રાલયના અનેક ધારાધોરણોની સમક્ષી કરી રહ્યું છે. સરકાર જે 20 એપ્સની ડેટા શેરિંગ પૉલિસીની સમીક્ષા કરી રહ્યું છે તેમાં પ્રસિદ્ધ ગેમિંગ એપ્સ સામેલ છે.

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી એક્ટ, 2000 (IT Act, 2020)ની કલમ 69A અંતર્ગત ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કેન્દ્ર સરકારે આ પગલું ત્યારે ભર્યું હતું જ્યારે લદાખની ગલવાન ખીણ ખાતે સરહદ વિવાદ ચાલી રહ્યો છે.

આ ઉપરાંત ભારતીય સેનાને અધિકારીઓ અને સૈનિકોને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ 89 એપ્સની એક યાદી પણ બહાર પાડવામાં આવી છે. આ તમામ એપ્સને મોબાઇલમાંથી હટાવવાનું કહેવામાં આવ્યું છે. આદેશ પ્રમાણે તમામ લોકોએ 15 જુલાઇ સુધી આ કામ કરવાનું રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular