Home નવસારી ચીખલી : ડુપ્લીકેટ સહી મુદ્દે 8 મહિના વીતવા છતાં કોઈપણ પગલાં નહિ ભરાતા...

ચીખલી : ડુપ્લીકેટ સહી મુદ્દે 8 મહિના વીતવા છતાં કોઈપણ પગલાં નહિ ભરાતા કોંગ્રેસપાર્ટી દ્વારાકલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

0
1194
ચીખલી તાલુકાના  પીપલગભાણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વર્ષાબેન ના પતી જીતુભાઈ પટેલ દ્વારા તલાટીની ડુપ્લીકેટ સહી કરતા આજે આંઠ મહિના વીતવા છતાં કોઈ પણ પગલાં નહિ ભરતા આંજરોજ કોંગ્રેસ પાર્ટીએ મામલતદાર સહિત કલેક્ટરશ્રી ને  આવેદનપત્ર આપ્યું

ચીખલી તાલુકાના પીપલગભાણ  ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વર્ષાબેન પટેલના પતિ જીતુભાઇ પટેલ દ્વારા તલાટીની ડુપ્લીકેટ સહી કરીને રૂપિયા પાંચ લાખની ઉચાપત કરીને  આઠેક મહિના વીતવા છતાં કોઈ પણ અધિકારીઓએ આજદિન સુંધી કોઇ પણ નક્કર પગલાં નહિ ભરતા આંજરોજ ચીખલી તાલુકા કોંગ્રેસ ઇ.પ્રમુખ શૈલેષ પટેલ તેમજ ચીખલી – વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત ભાઈ પટેલ ની આગેવાનીમાં કોંગ્રેસનાં ૨૦૦થી ૨૫૦ કાર્યકર્તાઓ સાથે રેલી યોજી ને ચીખલી મામલતદાર સહિત નવસારી  કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં પીપલગભાણ ગામના ગામજનોનું તેમજ ગ્રામ પંચાયતનાં સભ્યોશ્રીનું જણાવવાનું હમારા ગામના સરપંચ શ્રી મતી વર્ષાબેન જીતુભાઇ પટેલનાં એ તલાટી કમ મંત્રીશ્રીની ખોટી સહી કરીને રૂપિયા ૫,૦૦,૦૦૦ ઉપાડી લીધા હતા ગામના ડે. સરપંચ નિકુંજભાઈ તેમજ ગ્રામ પંચાયતનાં સભ્યોએ તપાસ કરતા માલુમ થતા તલાટી કમ મંત્રીશ્રીની સહીથી નાણા ઉપાડેલા છે જે તે સમયનાં તલાટી કમ મંત્રીશ્રીને પણ  પૂછતા તલાટી કમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મારી સહી નથી અને આ બાબતે તલાટી કમ મંત્રીશ્રીએ તાલુકા વિકાસ અધિકારીને  લેખિત રિપોર્ટ કર્યો હતો જ્યારે તારીખ – ૧૬ – ૪ – ૨૦૧૯ ના રોજ ડે. સરપંચ સાથે બધાં જ દસ્તાવેચ પુરાવા સાથે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી સાથે નિવેદન પણ લેવામાં આવ્યા હતા.

બાઈટ : શૈલેષ પટેલ, કોંગ્રેસ ઇ.પ્રમુખ, ચીખલી તાલુકા

જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદીનું નિવેદનમાં પણ તેઓએ કબૂલ કર્યું હતું કે તલાટી કમ મંત્રીશ્રીની  ખોટી સહીથી નાણા ઉપાડ્યા તેમ છતાં સ્પષ્ટ રીતે ગુનો બનતો હોવા છતાં કોઈ પણ રીતે વાંધા ઉભા કરીને એફ.આઈ.આર દાખલ આજદિન સુંધી કરી નથી આ રીતનું આંજરોજ કોંગ્રેસ આગેવાનો તેમજ કાર્યકર્યા સાથે રેલી યોજીને મામલતદાર સહિત કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું હતું તેમજ ટૂંક સમયમાં કાર્યવાહી નહિ થાયતો જન આંદોલનની ચીમકી આપી હતી.

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી 

 

Live Scores Powered by Cn24news