Home ટોપ ન્યૂઝ રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ : જયપુરની હોટલમાં 19 દિવસના રોકાણ બાદ ગેહલોત જૂથના...

રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ : જયપુરની હોટલમાં 19 દિવસના રોકાણ બાદ ગેહલોત જૂથના ધારાસભ્યો જેસલમેર જવા રવાના, વિધાનસભા સત્ર શરૂ થાય ત્યાં સુધી રહેશે

0
1

જયપુર. રાજસ્થાનના રાજકીય ડ્રામાનો આજે શુક્રવારે 22મો દિવસ છે. આજે મુખ્યમંત્રી અશોક ગેહલોત જૂથના દરેક ધારાસભ્ય 2 અથવા 3 પ્લેનમાં જયપુરથી જેસલમેર શિફ્ટ થશે તેવા સમાચાર છે. અત્યારે ધારાસભ્યો જયપુરની ફેયરમોન્ટ હોટલથી એરપોર્ટ જવા માટે રવાના થઇ ગયા છે. પ્લેનથી તેઓ જેસલમેર પહોંચશે. તેઓ 19 દિવસથી આ હોટલમાં રોકાયા હતા. વિધાનસભા સત્ર શરૂ થાય ત્યાં સુધી તેઓ અહીં જ રહેશે. રાજ્યપાલ કલરાજ મિશ્રએ 14 ઓગસ્ટના વિધાનસભા સત્ર બોલાવ્યું છે. .

બીજી તરફ આજે મુખ્યમંત્રી ફેયરમોન્ટ હોટલમાં ધારાસભ્ય પક્ષની બેઠક આયોજિત કરી શકે છે. ભાજપે ગેહલોત સરકારને સવાલ પૂછ્યો છે. રાજસ્થાન ભાજપ પ્રમુખ સતીશ પૂનિયાએ ટ્વિટ કરીને કહ્યું કે જો કોંગે્સ સરકારનેકોઇ ખતરો નથી તો ધારાસભ્યોને શા માટે કેદ કરવામા આવી રહ્યા છે ?

19 દિવસથી ધારાસભ્યો હોટલમાં છે
સચિન પાયલટ સહિત 19 બળવાખોર ધારાસભ્યો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી ગેહલોતે તેમના ધારાસભ્યોને 13 જુલાઇએ જયપુર પાસે ફેયરમોન્ટ હોટલમાં શિફ્ટ કરી દીધા હતા. મુખ્યમંત્રી, મંત્રી તેમજ ધારાસભ્યો તેમનું કામ હોટલમાંથી જ કરી રહ્યા છે.

હોર્સ ટ્રેડિંગના ભયના લીધે શિફ્ટ કરવામા આવશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોર્સ ટ્રેડિંગથી બચવા માટે ધારાસભ્યોને જેસલમેર શિફ્ટ કરવામા આવી રહ્યા છે. જયપુરમાં ધારાસભ્યો તેમના પરિવારજનોને હજુ મળી રહ્યા છે. તેથી એવી આશંકા છે કે તેમને હોર્સ ટ્રેડિંગનું માધ્યમ બનાવવામા આવી શકે છે. હોટલનો માલિક EDના રડાર પર છે. આ પહેલા પણ અહીં EDની કાર્યવાહી થઇ ચૂકી છે. ધારાસભ્યોએ પણ હોટલ બદલવાની માંગ કરી છે.

ગેહલોતે કહ્યું- હવે ધારાસભ્યોની કિંમત અનલિમિટેડ થઇ ગઇ
CM ગેહલોતે બળવાખોરો પર પ્રહાર કરતા કહ્યું- જે લોકો ગયા છે તેમાંથી ખબર નહીં કેટલા લોકોએ પહેલો હપ્તો લઇ લીધો છે. ઘણાએ પહેલો હપ્તો હજુ લીધો નથી. તેમને પાછા આવી જવું જોઇએ. જે રાતથી વિધાનસભા સત્રની તારીખ નક્કી થઇ તે રાતથી ધારાસભ્યોના ફોન આવવા લાગ્યા છે. હોર્સ ટ્રેડિંગ માટે ધારાસભ્યોના રેટ વધી ગયા છે. પહેલા 10, 15 અને 25 કરોડ કિંમત હતી , હવે અનલિમિટેડ છે. અમિત શાહને સરકાર પાડવાનો ઇરાદો છોડી દેવો જોઇએ.

Live Scores Powered by Cn24news