10 દિવસના વિરામ બાદ વડોદરામાં મેઘમહેર, 24 કલાકમાં ખાબક્યો એક ઇંચ વરસાદ

0
0

વડોદરા શહેર તેમજ જિલ્લામાં ૧૦ દિવસના લાંબા વિરામ બાદ ગઇ રાત્રિથી શરૃ થયેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી છે. વડોદરા શહેરમાં આજે સાંજે છ વાગ્યા સુધી છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

ઉલ્લેખનીય છે કે વરસાદ ખેંચાઇ જતા શહેરમાં ઉકળાટ વધ્યો હતો. ગરમીથી લોકો રેબઝેબ થઇ રહ્યા હતાં. ઓછા વરસાદના કારણે લોકોમાં ચિંતા પણ પ્રસરી હતી પરંતુ ગઇકાલે મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો અને આજે બપોરે તોફાની પવન વચ્ચે ફરી વરસાદ વરસવાનું શરૃ થયું હતું. રાત્રે અને દિવસે વરસાદ વરસતા વાતાવરણ પણ ખુશનુમા બન્યુ હતું.

પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ આજે સાંજે છ વાગ્યા સુધી છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા શહેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે જિલ્લામાં ડભોઇમાં ૮, ડેસરમાં ૪, કરજણમાં ૩૦, પાદરામાં ૧૫, સાવલીમાં ૧૭, શિનોરમાં ૫ અને વાઘોડિયામાં ૧૨ મીમી વરસાદ પડયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here