કોવિડ-19 વેક્સિનનો બીજો ડોઝ લીધા પછી બરફથી થીજેલા તળાવ પર ભાંગડા કર્યા

0
4

કોરોના મહામારી દરમિયાન ખુશ રહેવું અઘરું કામ છે, પણ આપણી આજુબાજુ ઘણા કામને જોઈને આપણા ચહેરા પર સ્મિત આવી જાય છે. હાલ સો. મીડિયા પર એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. કેનેડામાં રહેતા ગુરદીપ પંધેરે બરફથી થીજેલા તળાવ પર ભાંગડા કરી સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે. કોવિડ વેક્સિન લીધા પછીની ખુશી તેણે આ રીતે જાહેર કરી હતી.

વીડિયો પોસ્ટ કરવાની સાથે ગુરદીપે લખ્યું, આજે મેં કોવિડ-19 વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. ડોઝ લીધા પછી હું થીજેલા તળાવ પાસે ગયો અને ખુશી, આશા અને પોઝિટિવિટી માટે પંજાબી ભાંગડા કર્યા. હું કેનેડા અને બાકી બધાની સારી હેલ્થ માટે પ્રાર્થના કરું છું.

હજુ પણ ઘણા લોકો કોરોના વેક્સિન લેવા પર ડરી રહ્યા છે. તેમના માટે ગુરદીપનો વીડિયો બેસ્ટ મેસેજ આપી રહ્યો છે. નોર્થવેસ્ટ કેનેડામાં શૂટ કરેલો આ વીડિયો યુઝર્સને ઘણો ગમી રહ્યો છે. એક યુઝરે કમેન્ટ કરી કહ્યું, હું પણ બીજો ડોઝ લેવાનો છું અને તમારા જેમ જ ખુશ રહેવાનો પ્રયત્ન કરીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here