Monday, October 25, 2021
Homeઆમિર ખાન બાદ હવે માધવન પણ કોરોનાની ચપેટમાં, કહ્યું- 'અમે ઈચ્છીએ છીએ...
Array

આમિર ખાન બાદ હવે માધવન પણ કોરોનાની ચપેટમાં, કહ્યું- ‘અમે ઈચ્છીએ છીએ કે રાજુ અહીં ના આવે’

દેશમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે અને આ જ કારણે બોલિવૂડ તથા ટીવી સ્ટાર્સ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. આમિર ખાન બાદ હવે આર માધવનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માધવને ‘3 ઈડિયટ્સ’ને યાદ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી હતી.

માધવને પોતે કોરોના પોઝિટિવ છે, તે વાત એકદમ યુનિક રીતે શૅર કરી હતી. માધવને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘ફરહાન રેન્ચોને ફોલો કરે છે અને વાઇરસ પણ અમારી પાછળ હોય છે, પરંતુ આ વખતે તેણે અમને પકડી પાડ્યા. જોકે, મને સારું છે. કોવિડ પણ સારો થઈ જશે. આ એક એવી જગ્યા છે કે અમે નથી ઈચ્છતા કે રાજુ આવે. તમારા પ્રેમ માટે આભાર.’

2009માં ફિલ્મ આવી હતી

માધવન, આમિર તથા શરમન જોષીએ ‘3 ઈડિયટ્સ’માં કામ કર્યું હતું. માધવને ફરહાન, આમિરે રેન્ચો તથા શરમને રાજુનો રોલ પ્લે કર્યો હતો. બમન ઈરાનીએ વીરુ સહસ્ત્રબુદ્ધિ (વાઇરસ)ની ભૂમિકા ભજવી હતી. રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી.

રોહિત સરાફનો રિપોર્ટ પોઝિટિવ

રોહિતે સો.મીડિયામાં કહ્યું હતું, ‘તમામ સાવચેતી લીધા બાદ પણ મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વાઇરસ છે, આપણે આને ભૂલવો જોઈએ નહીં. એક પણ ક્ષણ માટે બેદરકારી રાખવી નહીં. પ્લીઝ, હું છેલ્લાં ચાર દિવસથી આઈસોલેશનમાં છું. તમામને વિનંતી છે કે આને હળવાશથી ના લો. ધ્યાન રાખો અને સલામત રહો.’

રોહિતે આ પોસ્ટ સો.મીડિયામાં શૅર કરીને કહ્યું હતું, ‘જ્યાં સુધી જરૂરી ના હોય ત્યાં સુધી ઘરમાં જ રહો. હું તમામને અપીલ કરું છું કે પોતાના તથા બીજા માટે સચેત રહો. હું સારી રીતે આનો સામનો કરી રહ્યો છું. મારી ટીમ તથા છેલ્લાં 7 દિવસમાં મારી સંપર્કમાં આવેલા તમામને આની જાણ કરી દેવામાં આવી છે અને તેઓ આઈસોલેશનમાં છે. આ સાથે જ તેમણે પોતાનો ટેસ્ટ પણ કરાવી લીધો છે.’

ઉલ્લેખનીય છે કે રોહિત ફિલ્મ ‘ડિયર જિંદગી’માં શાહરુખ ખાન તથા આલિયા સાથે જોવ મળ્યો હતો. આ ઉપરાંત તે ‘હિચકી’, ‘ધ સ્કાય ઈઝ પિંક’ તથઆ ‘લુડો’માં દેખાયો હતો. છેલ્લે તે વેબ સિરીઝ ‘બેમેલ’માં જોવા મળ્યો હતો.

આમિરનો રિપોર્ટ પોઝિટિવ

આમિર ખાનના સ્પોક પર્સને રિલીઝ કરેલા નિવેદનમાં કહ્યું હતું, ‘આમિર ખાનનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે સેલ્ફ ક્વૉરન્ટીન છે અને તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છે. તેની તબિયત સારી છે. છેલ્લા થોડા દિવસોમાં આમિરના સંપર્કમાં આવેલા તમામ લોકોએ ટેસ્ટ કરાવી લેવા. તમારી ચિંતા તથા શુભેચ્છા માટે આભાર.’

હાલમાં જ બોલિવૂડમાં આ સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા

રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, આશિષ વિદ્યાર્થી, મનોજ વાજપેયી, સતીશ કૌશિક, ડિરેક્ટર અમિત શર્મા, તારા સુતારિયા તથા સિદ્ધાંત ચતુર્વેદી કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. સંજય લીલા ભણસાલી તથા તારા સુતરિયાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. રમેશ તૌરાની વેક્સિનનો એક ડોઝ લીધા બાદ પોઝિટિવ આવ્યા છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ મયૂર વાકાણી તથા મંદારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોલિવૂડમાં કોરોના ફરીથી વકર્યો હોવાને કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ફિલ્મસિટીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન યોગ્ય રીતે કરવામાં આવતું નથી. માસ્ક વગર લોકોને ફિલ્મસિટીમાં પ્રવેશ આપવામાં આવે છે. ફિલ્મસિટીની અંદર કેન્ટીન અને અન્ય જગ્યાઓ પર પણ લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments