ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 14’માં આ સીઝનનું સૌથી મોટું ટ્વિસ્ટ દેખાઈ રહ્યું છે. આ વખતે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાને બદલે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાંમાં જ શોનો ફિનાલે રાખવામાં આવ્યો છે. હાલ ઘરમાં 8 મેમ્બર હાજર છે તેમાંથી 4 મેમ્બર જ ફાઈનલિસ્ટ બનશે.
બિગ બોસે હાલમાં જ દરેક મેમ્બરને ટાસ્ક આપ્યો હતો, જેમાં સૌથી ખરાબ પ્રદર્શન કરવાને લીધે અલી ગોની અને જેસ્મિન ભસીનમાંથી કોઈ એકને ઘરમાંથી બહાર નીકળવું પડશે. બંનેએ એકબીજા સાથે ચર્ચા કરીને નક્કી કર્યું છે કે અલી ઘરમાંથી બહાર જશે. અલી પછી ટૂંક સમયમાં કવિતા કૌશિક પણ ટાસ્ક હારીને બેઘર થવાની છે.
જેસ્મિન પણ ઘરમાંથી એવિક્ટ થશે
‘ધ ખબરી’ પેજના રિપોર્ટ પ્રમાણે, અલી અને કવિતા પછી ત્રીજો વારો જેસ્મિનનો છે. અ પેજે સોશિયલ મીડિયા પર લખ્યું કે, કન્ફર્મ થઇ ગયું છે કે કવિતા અને અલી પછી જેસ્મિન ભસીન ઘરમાંથી નીકળશે.
https://twitter.com/TheRealKhabri/status/1334001089423699970?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1334001089423699970%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Ftelevision%2Fnews%2Fbigg-boss-14-after-aly-goni-kavita-kaushik-and-jasmine-bhasin-will-also-get-evicted-these-3-contestants-including-eijaz-khan-to-be-finalists-of-the-show-127971115.html
આ લોકો શોના 4 ફાઈનલિસ્ટ બનશે
એઝાઝ ખાન હાલમાં જ ઈમ્યુનિટી સ્ટોન જીતીને સીઝનનો પ્રથમ ફાઈનલિસ્ટ બની ગયો છે. આ ઉપરાંત રૂબીના દિલૈક, અભિનવ શુક્લા અને રાહુલ વૈદ્ય પણ ટ્રોફી જીતવાની રેસમાં ફાઈનલિસ્ટ બન્યા છે. નિક્કી તંબોલી આ રેસમાંથી બહાર છે.
ફાઈનલિસ્ટની ટક્કર સિનિયર સાથે થશે
આ વર્ષે મેકર્સે 14મી સીઝનને વધારે રસપ્રદ બનાવવા માટે મોટા ટ્વિસ્ટ ઉમેર્યા છે. શોની શરુઆતમાં કેટલાક સિનિયર્સ આવ્યા હતા અને હવે એકવાર ફરીથી બિગ બોસના સિનિયર કન્ટેસ્ટન્ટ હાલના મેમ્બરબે ટક્કર આપવા તૈયાર છે. ટૂંક સમયમાં શોમાં માસ્ટર માઈન્ડ વિકાસ ગુપ્તા, કશ્મીરા શાહ, રાહુલ મહાજન, રાખી સાવંત અને અર્શી ખાન એન્ટ્રી લેવાના છે. આ મેમ્બર આ સીઝનની ટ્રોફી અને ઇનામની રકમના સરખા ભાગીદાર બનશે.