સુશાંત ડેથ કેસમાં નામ આવ્યા બાદ સારા અલી ખાનને ‘હિરોપંતી 2’માંથી હટાવી તારા સુતારિયાને કાસ્ટ કરવામાં આવી.

0
6

સુશાંત સિંહ ડેથ કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ સારા અલી ખાનનો સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ થયો. તેની અસર તેની પ્રોફેશનલ લાઈફ પર પણ પડી છે. રિપોર્ટ અનુસાર તો કોન્ટ્રોવર્સીમાં નામ આવ્યા બાદ ટાઇગર શ્રોફ સ્ટારર ‘હિરોપંતી 2’માંથી તેને કાઢી નાખવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં હવે તેની જગ્યાએ તારા સુતારિયાને કાસ્ટ કરી લેવામાં આવી છે.

ટાઇગરના કહેવા પર તારાને કાસ્ટ કરવામાં આવી

બોલિવૂડ હંગામાના રિપોર્ટ મુજબ, ડ્રગ્સ કેસમાં સારાનું નામ આવ્યા બાદ તરત જ તેને ‘હિરોપંતી’માંથી કાઢી નાખવામાં આવી હતી. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’માં કામ કરી ચૂકેલી તારા સુતારિયા ટાઇગરની સારી ફ્રેન્ડ છે માટે ટાઇગરે પ્રોડ્યુસર્સ ને તેને કાસ્ટ કરવા માટે કહ્યું. આઉટસાઈડર હોવાના કારણે તારા સારાનું યોગ્ય રિપ્લેસમેન્ટ લાગી. મેકર્સ આવું ઇચ્છતા ન હતા પણ તેમની પાસે પોતાનો પ્રોજેક્ટ બચાવવા અને આગળ વધવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.’

અહમદ ખાનના ડિરેક્શનમાં ફિલ્મ બની રહી છે

સાજીદ નડિયાદવાલાના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મ ‘હિરોપંતી 2’ને અહમદ ખાન ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં UAEમાં શરૂ થશે. ફિલ્મની સંભવિત રિલીઝ ડેટ 16 જુલાઈ 2021 છે.

સારા અલી ખાનની 2 ફિલ્મો લાઈનમાં

સારા અલી ખાનની વાત કરીએ તો તેની અપકમિંગ ફિલ્મ ‘કૂલી નંબર 1’ છે જેમાં તે વરુણ ધવન સાથે છે. ડેવિડ ધવનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 25 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ સિવાય તે અક્ષય કુમાર અને ધનુષ સાથે ‘અતરંગી રે’માં દેખાશે જેને આનંદ એલ રાય ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here