બિહારની ચૂંટણી મામલે અમિત શાહે નો બોલમાં મારી સિક્સર, હવે JDU ભરાઈ ગઈ

0
8

બિહારમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ નથી જોકે આજે બિહારમાં ભાજપ સીએમ નીતિશ કુમારના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે તેમ ભાજપના અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે. બિહારના વૈશાલીમાં ગૃહપ્રધાન અમિત શાહે સભા સંબોધી હતી. જે સમયે તેઓએ બિહાર વિધાનસભાની ચૂંટણી સીએમ નીતિશ કુમારના નેતૃત્વમાં લડાશે તેવો ખુલાસો કરી દીધો છે. હાલમાં બિહારમાં ભાજપ અને એલજેપી અને જેડીયુંની ગઠબંધનવાળી સરકાર છે. જેડીયુના નીતિશ કુમારે સ્પષ્ટ ખુલાસો કરી દીધો છે કે તેઓ એનઆરસીના વિરોધમાં છે. સીએએનો મામલો પણ ફરી લોકસભામાં ચર્ચાવો જોઈએ . જેડીયુના પ્રશાંત કિશોર પણ ભાજપનો વિરોધ કરી રહ્યા છે. આ વર્ષે મહાગઠબંધન તૂટે તેવી સંભાવના વચ્ચે અમિત શાહે જ જેડીયુના નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી જેડીયુંને પણ મૂઝવણમાં મૂકી દીધું છે. મહારાષ્ટ્રની જેમ જેડીયુનું બિહારમાં વર્ચસ્વ છે. ભાજપ હવે કોઈ રાજકીય સમીકરણો ઘડવા માગતી નથી. આજનો ખુલાસો એ ભાજપની ભાવી રણનીતિના ભાગરૂપે છે. હાલમાં ભાજપ અને જેડીયુ વચ્ચે તણખા ઝરી રહ્યાં છે પણ ભાજપ આ ગઠબંધન તોડવાના મૂડમાં નથી.

આ અગાઉ એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાન પણ કહી ચુક્યા છે કે બિહાર વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડાશે. ઉલ્લેખનિય છે કે ભાજપ નેતા નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડવાના બાબતે સવાલ ઉઠાવતા રહ્યા છે ત્યારે અમિત શાહે જાહેર સભામાં સ્ટેજ પરથી ચૂંટણીની આગેવાની પર મહત્વનું નિવેદન આપ્યુ છે.

બિહારના વૈશાલીમાં એનઆરસી અને સીએએના સમર્થનમાં યોજાયેલા એક કાર્યક્રમાં હાજર રહેલા અમિત શાહે એક જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે ધર્મના આધારે દેશનું વિભાજન કર્યુ છે. સીએએને લઈને જે પણ ગેરસમજ છે તે દુર કરાશે.

આ માટે ભાજપે શરુ કરેલા અભિયાનને બિહારમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે. તેમણે કહ્યું હતું કે, હ્યુમન રાઈટના રખેવાળોને મારે કહેવું છે કે, જે હજારો લોકોની સાથે રેપ થયા, તેમના ઘર છીનવાયા તેમની ચિંતા તમને નથી. આ સરકારના કાયદાથી તેમને હ્યુમન રાઈટસ મળ્યા છે. મારે મમતા બેનરજી અને લાલુ પ્રસાદ યાદવને પૂછવું છે કે, પછાત સમાજ અને ગરીબોએ તમારું શું બગાડયું છે. કોંગ્રેસ અને મમતા બેનરજીએ તો તોફાનો પણ કરાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here