Friday, March 29, 2024
Homeબ્રાઝિલ બાદ અમેરિકા, ભારત અને ફ્રાન્સમાં સૌથી વધુ કેસ મળી આવ્યા
Array

બ્રાઝિલ બાદ અમેરિકા, ભારત અને ફ્રાન્સમાં સૌથી વધુ કેસ મળી આવ્યા

- Advertisement -

દુનિયાભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 5.06 લાખ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ. આ દરમિયાન, 2.72 લાખ લોકો સાજા પણ થયા હતા અને 8 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. શનિવારે બ્રાઝિલમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા, અહીં 73,450 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ત્યાર બાદ સૌથી વધુ કેસ અમેરિકા (55,908), ભારત (43,815) અને ફ્રાન્સ (35,345)માં નોંધાયા છે.

વિશ્વમાં 12.34 કરોડ દર્દીઓ

વિશ્વમાં કોરોનાથી અત્યાર સુધીમાં 12.34 કરોડ કેસ નોંધાયા છે. 9.94 કરોડ લોકો સંક્રમણથી સાજા થયા છે અને 27.21 લાખ લોકોના મૃત્યુ થયા છે. હાલમાં, 2.12 કરોડ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

ઇંગ્લેન્ડમાં રેકોર્ડ વેક્સિનેશન

બ્રિટનમાં શનિવારે 7 લાખ 11 હજાર 156 લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. આમાંથી 6 લાખ 36 હજાર 219 લોકો ફક્ત ઇંગ્લેન્ડના જ હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત થઈ છે, ત્યારથી આ એક જ દિવસમાં આપવામાં આપેલ વેક્સિનનો સૌથી મોટો આંકડો છે.

સરકારી માહિતી અનુસાર, આ સાથે બ્રિટનમાં 18 વર્ષથી વધુની ઉંમરની અડધાથી વધુ વસ્તીને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી 2 કરોડ 68 લાખ 53 હજાર 407 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

આ ફોટો પેરિસની એક હોસ્પિટલનો છે. અહીં કોરોનાના દર્દીઓ વધવાની સાથે જ હેલ્થકેર વર્કર્સ તૈનાત થઈ ગયા છે.

આ ફોટો પેરિસની એક હોસ્પિટલનો છે. અહીં કોરોનાના દર્દીઓ વધવાની સાથે જ હેલ્થકેર વર્કર્સ તૈનાત થઈ ગયા છે.

ફ્રાન્સમાં ICUમાં દાખલ દર્દીઓનો આંક આ વર્ષે ટોપ પર

ફ્રાન્સમાં પણ કોરોનાની ગતિ વધી રહી છે. અહીં ICUમાં દાખલ કોરોના દર્દીઓનો આંકડો 4,353 પર પહોંચી ગયો છે. આ વર્ષે આ સંખ્યા સૌથી વધુ છે. વર્ષની શરૂઆતમાં ICUમાં ફક્ત 66 દર્દીઓ​​​​​​​ દાખલ હતા. શનિવારે દેશમાં 35,327 કોરોના કેસ નોંધાયા છે. આ દરમિયાન, 185 લોકોનાં મોત પણ થયાં હતા.

ટોપ-10 દેશો, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ કેસ મૃત્યુ સાજા થયા
અમેરિકા 30,482,127 554,871 22,683,617
બ્રાઝિલ 11,950,459 292,856 10,419,393
ભારત 11,598,710 159,790 11,128,119
રશિયા 4,447,570 94,659 4,060,652
યૂકે 4,291,271 126,122 3,650,226
ફ્રાન્સ 4,252,022 92,167 279,646
ઈટલી 3,356,331 104,642 2,686,236
સ્પેન 3,212,332 72,910 2,945,446
તુર્કી 2,992,694 29,959 2,807,572
જર્મની 2,658,851 75,196 2,409,700
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular