ચંદ્રયાન 2 બાદ હવે ઈસરો કાર્ટોસેટ 3 લોન્ચની તૈયારી કરી રહ્યું છે

0
0

ચંદ્રયાન 2ની સફલતા બાદ હવે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા હવે કાર્ટોસેટ 3 સેટેલાઈટના લોન્ચની તૈયારી કરી રહ્યું છે.

ચંદ્રયાન 2ની સફલતા બાદ હવે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા હવે કાર્ટોસેટ 3 સેટેલાઈટના લોન્ચની તૈયારી કરી રહ્યું છે. કાર્ટોસેટ સિરીઝનો નવમો સેટેલાઈટ અવકાશમાં સફળતા પૂર્વક લોન્ચ કર્યા બાદ ભારત બોર્ડર પર દુશ્મનોની હરકતો પર બારીકાઈ પૂર્વક નજર રાખી શક્શે. આ સેટેલાઈટ ઈસરો ઓક્ટોબરના એન્ડમાં કે નવેમ્બરની શરૂઆતમાં લોન્ચ કરી શકે છે.

ઈસરોના ચેરમેન કે સિવનને કાર્ટોગ્રાફી ઉપગ્રહ કાર્ટોસેટ 3નું એલાન કરતા કહ્યું કે પૃથ્વીનું નીરિક્ષણ કરનાર આ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કાર્ટોસેટ 3 એક એડવાન્સ્ડ સંસ્કરણ છે, જે કાર્ટોસેટ 2 સિરીઝના ઉપગ્રહોની સરખામણીમાં સારા આકાશીય અને અન્ય ગુણથી લેસ છે. કાર્ટોસેટ 3માં સારા ફોટોઝ લેવાની સાથે સાથે વ્યૂહાત્મક એપ્લિકેશન્સ પણ હશે. કાર્ટોસેટ 3ને પોલાર સેટલાઈટ લોન્ચ વ્હિકલ રોકેટથી લોન્ચ કરવામાં આવશે.

કાર્ટોસેટ સેટેલાઈટ

કાર્ટોસેટ સેટેલાઈટને લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ અવકાશમાંથી ભારતની જમીન પર નજર રાખવાની, આફતની સ્થિતિમાં માળખાગત વિકાસ માટે મદદ મુખ્ય છે. પરંતુ તેનો ઉપયોગ દેશની સરહદોની નજર રાખવા માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થવાનો છે. કારણ કે પાકિસ્તાન બોર્ડર પર રોજબરોજ આતંકીઓ ઘૂષણખોરી કરતા રહે છે. પરંતુ કાર્ટોસેટ લોન્ચ થયા બાદ આવા આતંકીઓ અને આતંકી કેમ્પો પર નજર રાખવામાં સૈન્યને સરળતા રહેશે.

સરહદો પર નજર રાખવામાં કામ લાગશે

મનાઈ રહ્યું છે કે આ મિશન ભારત માટે જુદા જુદા દેશોની સરહદો પર નજર રાખવામાં કામ લાગશે. આ ઉપરાંત તમામ લોકોની ગતિવિધિ પર સહેલાઈથી નજર રાખી શકાશે. કાર્ટોસેટ સેટેલાઈટ એક તરફ સરહદ પર ભારતની આંખ તરીકે કામ કરશે અને સરહદ પર કોઈ પણ હલચલ પર નજર રાખવામાં મહત્વની રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here