Friday, March 29, 2024
Homeકોમેડિયન ભારતી સિંહ બાદ તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ, બંનેને આજે...
Array

કોમેડિયન ભારતી સિંહ બાદ તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ, બંનેને આજે કોર્ટમાં રજૂ કરાશે.

- Advertisement -

86.5 ગ્રામ ગાંજો રાખવાના આરોપમાં પકડવામાં આવેલી કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ NCB દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. બંનેને થોડાં કલાકોમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં રજૂ કરતા પહેલાં મેડિકલ માટે લઈ જવામાં આવશે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ભારતીની 3.5 કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. તો તેના પતિ હર્ષ લિંબાચિયાની છેલ્લાં 16 કલાકથી પૂછપરછ ચાલી રહી હતી. NDPS એક્ટની કલમ 1986 મુજબ ધરપકડ કરવામાં આવેલી ભારતીને NCBના મહિલા સેલમાં આખી રાત રાખવામાં આવી. આ બંને ઉપરાંત ભારતીના હોમ સ્ટાફની પણ NCB પૂછપરછ કરી રહી છે.

પૂછપરછ માટે ભારતી સિંહ NCBની ઑફિસે પહોંચી હતી
(પૂછપરછ માટે ભારતી સિંહ NCBની ઑફિસે પહોંચી હતી)

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCBએ જાણીતી કોમેડિયન ભારતી સિંહની ડ્રગ્સ રાખવા અને તેનું સેવન કરવાના આરોપસર ધરપકડ કરી છે. NCB સાથેની પૂછપરછમાં ભારતી સિંહે તેના પતિ હર્ષ સાથે ગાંજાનું સેવન કરવાની વાત કબૂલી હતી.

ભારતીની સાથોસાથ તેના પતિ હર્ષ લિંબાચિયાને પણ NCBની ઑફિસે લાવવામાં આવ્યો હતી
(ભારતીની સાથોસાથ તેના પતિ હર્ષ લિંબાચિયાને પણ NCBની ઑફિસે લાવવામાં આવ્યો હતી.)
શનિવારે સવારે આ દંપતીનાં મુંબઈ સ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી NCB એ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી હતી. ન્યૂઝ એજન્સી ANI ના સમાચાર પ્રમાણે, NCB એ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ દરમિયાન આ બંનેનાં નામ સામે આવ્યાં હતાં. ત્યાર બાદ અંધેરી, લોખંડવાલા અને વર્સોવાસ્થિત ઘરમાં રેડ પાડવામાં આવી હતી. NCB ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, હર્ષ અને ભારતીને અમે કસ્ટડીમાં પૂછપરછ માટે લીધાં છે. બંનેને ઝોનલ ઓફિસમાં આવીને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે. દિવાળી પહેલાં જ એક્ટર અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

કોણ છે ભારતી સિંહ?

ભારતી સિંહ સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટ્રેસ છે. અત્યારે તે ‘ધ કપિલ શર્મા શૉ’માં દેખાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. એ પછી એણે ઘણા શૉઝ કર્યા જેમાં ‘કોમેડી સર્કસ’, ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’ વગેરેનો સમાવેશ થાય છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં હતાં અને આ દંપતી અત્યારે સોની ટીવી પર ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular