Tuesday, September 21, 2021
Homeશોની બહાર આવ્યા બાદ એજાઝ ખાને ફેન્સ માટે ઈમોશનલ વીડિયો શેર કર્યો;...
Array

શોની બહાર આવ્યા બાદ એજાઝ ખાને ફેન્સ માટે ઈમોશનલ વીડિયો શેર કર્યો; દેવોલિના ભટ્ટાચાર્જી શોમાં સિક્રેટ રૂમમાં એન્ટ્રી લેશે

એજાઝ ખાને થોડા દિવસ પહેલાં વર્ક કમિટમેન્ટ્સને કારણે ‘બિગ બોસ 14’થી વોલન્ટરી એક્ઝિટ લીધી હતી. હવે સોશિયલ મીડિયા પર એજાઝ ખાને ફેન્સ માટે એક ઈમોશનલ વીડિયો શેર કરીને શોમાં કમબેક કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સાથે જ ફેન્સનો પ્રેમ અને સપોર્ટ માટે આભાર માન્યો છે. તેણે કહ્યું કે જો તે શોમાં ફરીવાર આવે છે તો તેનું એકમાત્ર કારણ તેના ફેન્સ હશે.

એજાઝનો ફેન્સ માટે વીડિયો મેસેજ

એજાઝે વીડિયો મેસેજમાં ઈમોશનલ થઈને કહ્યું, ‘નમસ્કાર હું એજાઝ ખાન, તમારો એજાઝ ખાન. બિગ બોસ હાઉસની બહાર આવ્યા બાદ મને ખબર પડી કે લોકો મને કેટલો પ્રેમ કરે છે. આટલો પ્રેમ મને કદાચ જ ક્યારેય મળ્યો હશે. જો હું ક્યારેય ‘બિગ બોસ 14’માં પરત આવું તો આવું માત્ર મારા ફેન્સ માટે કરીશ. આ મારું વચન છે અને હું વચનનો પાક્કો છું. હું તમારા બધાનો દિલથી આભાર માનું છું. હું આજે જે કંઈપણ છું, તમારા કારણે છું.’

હું પવિત્રાને ઘણો પ્રેમ કરું છું

શોમાંથી બહાર આવ્યા બાદ 45 વર્ષીય એજાઝે હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂ દરમ્યાન પવિત્રા પુનિયા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. એજાઝે કહ્યું, ‘પવિત્રા ઘણી સોફ્ટ હાર્ટેડ છે. શોમાંથી બહાર આવ્યા બાદ ચોથો કોલ મેં પવિત્રાને જ કર્યો હતો. હું તેને ઘણો પ્રેમ કરું છું. તેના માટે મારા ઈંટેંશન ઓનેસ્ટ, પ્યોર અને પવિત્ર છે.’ શોમાં એજાઝનો ગુસ્સો અને પવિત્રા સાથેની લવ સ્ટોરી સૌથી વધુ ચર્ચામાં રહી.

બીજા પ્રોજેક્ટ્સને કારણે ‘બિગ બોસ 14’થી વોલન્ટરી એક્ઝિટ લીધી

શોની બહાર આવ્યા બાદ એજાઝ 19 જાન્યુઆરીએ એક શૂટિંગ સેટ પર પણ સ્પોટ થયો હતો. જેના અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણા વાઇરલ થયા હતા. સમાચાર મુજબ જ્યારથી બિગ બોસનો ટાઈમ વધ્યો છે, ત્યારથી તે શેડ્યુઅલ એજાઝના બીજા પ્રોજેક્ટ્સની ડેટ્સ સાથે ક્લેશ થઇ રહ્યું છે. એજાઝ લોકોને રાહ જોવડાવી અને તેના કામમાં ડિસ્ટર્બન્સ પસંદ નથી કરતા. કોરોનાને કારણે ક્રૂ પાસે કામ ન હતું, તે ટાઈમ પર હાજર રહીને તેમની મદદ કરવા ઈચ્છે છે. આ જ કારણે તેણે પોતાના બીજા શોના શેડ્યુઅલ માટે વોલન્ટરી એક્ઝિટ લેવાનો નિર્ણય લીધો. ત્યારબાદ દેવોલિના ભટ્ટાચાર્જી શોમાં એજાઝને બદલે સિક્રેટ રૂમમાં એન્ટ્રી લેશે. જ્યારે એજાઝ બે-ત્રણ અઠવાડિયામાં શૂટિંગ પૂરું કરીને પાછો આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments