કોરોનાની સારવાર બાદ 103 વર્ષના ડોરોથીને વિશલિસ્ટ બનાવવાનો શોખ જાગ્યો, ટેટૂથી લઈને બાઈક રાઈડિંગની વિશ પૂરી કરી

0
0

હાલ કોરોના મહામારી સામે આખુ વિશ્વ ઝઝૂમી રહ્યું છે, તેવામાં અમેરિકાના મિશિગનમાં રહેતા 103 વર્ષના ડોરોથી લોકોને મસ્ત અંદાજમાં રહેવાની પ્રેરણા આપી રહ્યા છે. ડોરોથી કોરોનાની સારવાર માટે 1 મહિનો હોસ્પિટલમાં રહ્યા હતા. હોસ્પિટલમાં ડોરોથીએ વિશલિસ્ટ બનાવ્યું હતું અને ઘરે પરત ફરતાં જ તેને અમલમાં પણ મૂક્યું.

ડોરોથી 1 મહિના સુધી આઈસોલેશમા હતાં. ઘરે પરત ફર્યા બાદ તેમણે હાથ પર ટેટૂ પણ બનાવ્યું. તેમનાં વિશલિસ્ટમાં મોટર સાઈકલ રાઈડ પણ સામેલ હતી. ટેટૂ બનાવ્યું તે જ દિવસે તેમણે મોટર સાઈકલ રાઈડ પણ કરી હતી.

ડોરોથી તેમની દીકરી સાથે રહેતા હતા, પરંતુ તેમની દીકરી એક બીમારીના કારણે મૃત્યુ પામી હતી. તેવામાં ડોરોથી કોરોનાથી પીડિત બની. ડોરોથીનું આઈસોલેશ કોઈ જેલ સમાન હતું. ડોરોથીની શ્રવણશક્તિ થોડી ઓછી છે. તેને લીધે હોસ્પિટલમાં પણ મોબાઈલ ફોનથી કોઈ સાથે વાત ન કરી શક્યા. જૂન મહિનામાં ડોરોથીએ તેમનો 103મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. ડોરોથી હાલ તેમની પૌત્રી જેવિટ્સ જોન્સ સાથે રહે છે. ડોરોથીએ જેવિટ્સ સામે ગ્રીન ફ્રોગ ટેટૂ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી.

ડોરોથીએ એક ટેટૂ પાર્લરમાં બેસીને ટેટૂ કરાવ્યું. ડોરોથીને ફ્રોગ અર્થાત દેડકો ખૂબ પસંદ છે. તેમના ઘરમાં ફ્રોગની ડિઝાઈનની જ્વેલરી સહિતની અનેક આઈટેમ્સ પણ છે. પરફેક્ટ ટેટૂ બને તે માટે ડોરોથી એકદમ સ્થિર રહ્યા હતા. તેમના ડાબા હાથની કોણીની નીચે ફ્રોગ ટેટૂ બનાવ્યું છે. ડોરોથી જણાવે છે કે આ ટેટૂ કરાવતી વખતે તેમને જરા પણ પીડા થઈ નહોતી.

જેવિટ્સ દાદીને ટેટૂ પસંદ આવ્યું તે વાતથી ઘણી ખુશ છે. દાદીને જ્યારે પણ કોઈ મળે છે તો તે ટેટૂ બતાવીને ગર્વ અનુભવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here