ક્રિકેટ પછી હવે ખેતીના મેદાનમાં પણ ધોની નંબર 1 : પૂર્વ ભારતના સર્વશ્રેષ્ઠ ગોપાલકનું સન્માન પોતાના નામે કરી લીધું છે.

0
7

ક્રિકેટ પછી હવે ખેતીના મેદાનમાં પણ ધોની એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યા છે. ધોની પૂર્વ ભારતના સર્વશ્રેષ્ઠ ગોપાલકનું સન્માન પોતાના નામે કરી લીધું છે. તેમને આ એવોર્ડ બિરસા એગ્રીકલ્ચર યુનિવર્સિટી (BAU)માં ચાલી રહેલા ખેડૂત મેળામાં અપાયું છે. અહીં પૂર્વ ભારતના ખેડૂતો અને ગોપાલકો એકત્ર થયા છે.

ખેડૂત મેળામાં પૂર્વ ભારતના સેંકડો ખેડૂતો પહોંચ્યા છે. તેમાં ધોનીની ગાય પણ સામેલ હતી.
ખેડૂત મેળામાં પૂર્વ ભારતના સેંકડો ખેડૂતો પહોંચ્યા છે. તેમાં ધોનીની ગાય પણ સામેલ હતી.

 

શુક્રવારે આ સન્માન ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ રવીન્દ્ર નાથ મહતોએ ધોનીના પ્રતિનિધિ તરીકે આવેલા તેમના કર્મચારી કુણાલ ગૌરવને આપ્યું છે. તેમણે કહ્યું કે આ તેમના માટે ગૌરવની ક્ષણ છે. તેમણે કહ્યું કે ધોની આ ગાયોને ખૂબ પ્રેમ કરે છે. તેઓ જ્યારે અહીં હોય છે તો દિવસમાં એકવાર તેમની પાસે જરૂર આવે છે.

ધોનીના તબેલામાં 73 ગાય, રોજ 400 લિટર દૂધનું થાય છે વેચાણ

પુરસ્કાર લીધા પછી કુણાલ ગૌરવે કહ્યું કે ધોની અત્યારે 73 ગાયોને પાળી રહ્યા છે. તેમાં ફ્રેઝિયન અને સાહિવાલ પ્રજાતિની ગાય છે. તેમને પંજાબમાંથી લાવવામાં આવી છે. તેનાથી રોજ લગભગ 400 લિટર દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. ગાયોનું બધુ દૂધ કાઉન્ટર પરથી જ વેચવામાં આવે છે. રાંચીના લાલપુરમાં આ ફાર્મમાંથી જ દૂધ વેચવામાં આવે છે. ફ્રેઝિયન પ્રજાતિની ગાયનું દૂધ 55 રૂપિયે પ્રતિ લિટર અને સાહિવાલ ગાયનું દૂધ 85 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે હોમ ડિલિવરી કરવામાં આવે છે.

BAUમાં વિધાનસભા અધ્યક્ષ રવીન્દ્ર નાથ મહતોએ ધોનીના પ્રતિનિધિને આ સન્માન આપ્યું.
BAUમાં વિધાનસભા અધ્યક્ષ રવીન્દ્ર નાથ મહતોએ ધોનીના પ્રતિનિધિને આ સન્માન આપ્યું.

 

સેવા કરવાની સાથે વ્યાપારનો પણ રાખે છે હિસાબ

ગૌરવે કહ્યું કે ધોની ગાયોની સેવા પણ કરે છે. તેમના ખાનપાન અને તેમને અપાતા ડોઝ પર પણ ખાસ નજર રાખે છે. એટલે સુધી કે દૂધના એક એક લિટરનો પણ હિસાબ રાખે છે. ધોનીના તબેલામાં 300 ગાયોને રાખવાની જગ્યા છે. આ ઉપરાંત ધોની ગાયની એક ઉત્તમ બ્રીડ તૈયાર કરવામાં પણ પ્રયત્નશીલ છે. તેમના નજીકના સહયોગીઓના અનુસાર આ બ્રીડ અહીંના ખેડૂતોને ઉપલબ્ધ કરાવશે.

શાકભાજીની દુબઈમાં થશે સપ્લાઈ

દૂધ ઉપરાંત ધોની ઓર્ગેનિક શાકભાજીની ખેતી પણ કરી રહ્યા છે. તેમાં મુખ્યત્વે કોબી, બ્રોકલી, પપૈયા, બટેટા, વટાણા, ટામેટા, સ્ટ્રોબેરી વગેરેની મોટાપાયે ખેતી થઈ રહી છે. ધોની તેને લોકલ બજારની સાથે વિદેશમાં પણ વેચવાની તૈયારી કરી રહ્યા છે. ઝારખંડ સરકારની મદદથી દુબઈના એક્સપોર્ટર સાથે વાત પણ ફાઈનલ થઈ ગઈ છે. ખૂબ જલદી તેનું ટ્રાન્સપોર્ટિંગ પણ શરૂ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here